September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-આલીપોર વચ્‍ચે નેશનલ હાઈવેના સર્વિસ રોડની સપાટી ઠેર ઠેર બેસી જતા અકસ્‍માતને નોતરતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્‍ય

હાઈવે તંત્ર સત્‍વરે મરામત કરાવે તે જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી તાલુકામાંથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ ઉપર ચીખલીના ઓવરબ્રિજના છેડેથી આલીપોર વસુધારા ડેરી સુધીની લંબાઈમાં સર્વિસ રોડની સપાટી ધણી જગ્‍યા બેસી જવા પામી છે. અને રોડની સપાટી ઠેર ઠેર તૂટી જતા, બેસી જતા મસમોટા ખાડાઓ પડી જવા પામ્‍યા છે. અને સર્વિસ રોડની હાલત બદતર થવા પામી છે.
આ સર્વિસ રોડ સ્‍થાનિકો માટે ખૂબ મહત્‍વનો હોવા સાથે વાહનોની અવાર જવર પણ મોટાપાયે રહેતી હોય છે અને સમયસર મરામતના અભાવે દિવસે દિવસે માર્ગની સપાટી વધુ ખરાબ થઈ રહી છે. જેને પગલે ઘણીવાર વાહન ચાલકો કફોડી સ્‍થિતિમાં મુકાતા હોય છે. અને સતત અકસ્‍માતનો ભય સતાવતો હોય છે.
ચીખલીમાં થાલા, મજીગામ સહિત ત્રણેક જગ્‍યાએ હાઈવેનો સર્વિસ રોડ વર્ષોથી અધુરો છે. અને હાલે જે છે તેની પણ બદતર હાલત થવા પામી છે. હમણાં વરસાદનો વિરામ છે. પરંતુ વરસાદ ફરી ચાલુ થતાની સાથે જ આ સર્વિસ રોડ ધોવાઈ જાય તો નવાઈ નહિ. તેવા સંજોગોમાં ચીખલીથી આલીપોર વચ્‍ચેની લંબાઈમાંહાઇવે તંત્ર દ્વારા સત્‍વરે આ સર્વિસ રોડની મરામત કરવામાં આવે તે જરૂરી છે. ત્‍યારે મરામત માટે હાઇવે તંત્રને કયારે ફુરસદ મળશે તે જોવું રહ્યું.

Related posts

દીવના પટેલવાડીની સરકારી મિડલ શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી : બાળકોને સિંહ વિશે માહિતી અપાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે જમ્‍પોર બીચ ખાતે બની રહેલા પક્ષીઘરનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિત કુમારની વર્લ્‍ડ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે પસંદગી

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્રમાં જેઈઆરસી દ્વારા થયેલી લોક સુનાવણી

vartmanpravah

લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિ રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા ચીખલીમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરાયું

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજના એગ્રીકલ્‍ચર ઈનોવેશન પ્રોજેકટની રાષ્‍ટ્રીય કક્ષાના હેકથોનમાં સિદ્ધિ

vartmanpravah

Leave a Comment