July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રગટેશ્વર ધામ આછવણીમાં શિવભક્તોની ભારે ભીડ

લઘુરુદ્ર યજ્ઞ, શિવલિંગ અભિષેક સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા

ધર્માંચાર્ય પરભુદાદાના હસ્તે વિધવા મહિલાઓને સ્ટીલ થાળીનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૨૧: પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં માસના પહેલા દિવસથી જ ભક્તિમય વાતાવરણમાં ૨૪ કલાક ૐ નમઃ શિવાય અખંડ ધૂન સાથે થઈ રહી છે. આ ઉજવણીમાં ભગવાન શિવને અતિપ્રિય સોમવારે લઘુરુદ્ર યજ્ઞ, શિવલિંગ અભિષેક કરવાની સાથે બ્રહ્મ ભોજન પણ કરાવાયું હતું. પ્રગટેશ્વર સેવા સમિતિ મહિલા મંડળના ઇલાબેન પરમારના માર્ગદર્શન હેઠળ શિવ પરિવારની મહિલાઓએ સુંદર ગરબો રજૂ કર્યો હતો. આ અવસરે વેશભૂષા સ્પર્ધાનું આયોજન પણ કરાયું હતું, જે શ્રાવણના દરેક સોમવારે યોજી છેલ્લા સોમવારે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે અને વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો અપાશે.
આ અવસરે ધર્માંચાર્ય પરભુદાદાના હસ્તે વિધવા મહિલાઓને સ્ટીલની થાળીનું વિતરણ કરાયું હતું, આ વિતરણ શ્રાવણના દરેક સોમવારે કરવામાં આવશે, જે માટે વિધવા મહિલાઓએ કાર્યક્રમમાં હાજરી આપવાની રહેશે. અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ૨૪ કલાક અખંડ ધૂન ચાલુ રહે છે, જેમાં સમગ્ર શિવ પરિવારના શિવભક્તો ઉમંગભેર ભાગ લઈ ભગવાન શિવના આશીર્વાદ મેળવે છે, આ ધૂનમાં સહભાગી બનવા પ્રગટેશ્વર સેવા સમિતિનો સંપર્ક સાધવાનો રહેશે.
આ શુભ અવસરે આયોજિત એક કુંડી લઘુરુદ્રયજ્ઞની વિધિ પ્રગટેશ્વર ધામના ગોર મહારાજ કશ્યપભાઈ જોષી, અનિલભાઈ જાની સહિત હર્ષ અને ચિંતને વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરાવી હતી. ધર્માંચાર્ય પરભુદાદાએ પ્રગટેશ્વર મહાદેવના ચરણોમાં હિન્દૂ સનાતન ધર્મ અને સ્તકર્મો કરાવતા પૃથ્વીના દેવતા બ્રાહ્મણોને વંદન કરી આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે દરેક શિવ મંદિરોમાં ભક્તોની ભીડ થાય છે, ભજન કીર્તન પૂજા અર્ચના થાય છે. અહીં પણ અનેક શિવભક્તો દૂર-દૂરથી શિવની ઉપાસના કરવા આવ્યા છે. આજે આયોજિત લઘુરુદ્ર યજ્ઞના પ્રારંભ પહેલા યજ્ઞાચાર્ય ભૂદેવો કશ્યપભાઈ જાની, ચિંતન જોશી અને હર્ષ જાનીને માન સન્માન સાથે યજ્ઞ કરાવવા વિનંતી સાથે આમંત્રણ આપી દરવાજાથી યજ્ઞકુંડ સુધી શિવ પરિવારના સથવારે લઇ આવ્યા હતા. શાસ્ત્રોની પધ્ધતિ પ્રમાણે જો યજ્ઞ કરવામાં આવે તો ઓછી મહેનતે યજ્ઞનું અનેકગણું ફળ મળે છે.
યજ્ઞાચાર્ય કશ્યપભાઈ જાનીએ જણાવ્યું હતું કે, પ્રગટેશ્વર મહાદેવની સાનિધ્યમાં આપણે આજે એકત્ર થયા છે, એ આપણું સૌભાગ્ય છે. અહીં ૐ નમઃ સિવાયનો નાદ જ સંભળાય છે. અત્રે દરેક કામ સ્વયંભુ થાય છે. શિવ એટલે જ કલ્યાણ એટલે જો આપણું કલ્યાણ કરવું હોય તો શિવનું નામ લેવું જોઈએ. કપાળમાં ભસ્મ કરીને ગાળામાં રુદ્રાક્ષ પહેરીને શિવજીની પૂજા કરવી જોઈએ. ભગવાન શિવને બીલીપત્ર પ્રિય છે, બીલીના ઝાડનું ખૂબ જ મહત્વ હોય પરભુદાદાએ અહીં આવનારા શિવભક્તોને અવારનવાર બીલીના છોડની ભેટ આપે છે.
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારની ઉજવણીમાં પ્રગટેશ્વર ધામ આછવણીના પ્રમુખ બીપીનભાઈ પરમાર, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ,મંત્રી અમિતભાઇ પટેલ, ખજાનચી હેમંતભાઈ પટેલ, સહિત શિવ પરિવારના અપ્પુભાઈ પટેલ, વિનોદભાઈ પરમાર, મયંકભાઈ બ્રહ્મભટ્ટ, કૃપાશંકર યાદવ, અજયભાઈ પટેલ, કાંતિભાઈ દમણિયા, મયુરભાઈ પટેલ તેમજ ગુજરાત-મહારાષ્ટ્ર શિવપરિવાર, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભગવાન શિવની આરાધના કરી હતી.

Related posts

દાનહમાં દમણગંગા કિનારે તથા ગામડાઓમાં નહેર કાંઠે અસ્‍તાંચળના સૂર્યને અર્ઘ્‍ય આપી છઠ્ઠ મહાપર્વ નિમિત્તે ઉત્તર ભારતીયોએ કરેલું પૂજન-અર્ચન

vartmanpravah

આર એન્‍ડ બીની કામગીરીને લઈવાપી-વલસાડ નેશનલ હાઈવે વહેલી પરોઢથી દિવસભર ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah

વાપી, સેલવાસ, દમણના શીખ અને સિંધી સમાજ દ્વારા ગુરુનાનક સાહેબના પ્રકાશ પર્વની ઉજવણીકરી

vartmanpravah

આજે દમણના ક્રિકેટ ખેલાડી ઉમંગ ટંડેલ ગુજરાત ટીમથી કેરલની સામે રણજી ટ્રોફીમાં પદાર્પણ કરશે

vartmanpravah

થર્ટી ફર્સ્ટનો નશો કરેલા 1322નો નશો વલસાડ જિલ્લા પોલીસે ઉતારી દીધો : આજે જામીન ઉપર છૂટશે

vartmanpravah

સેલવાસ એસ.ટી. ડેપોમાં ઇલેક્‍ટ્રીક બસના ટાયરમાં મહિલા આવી જતાં સારવાર દરમ્‍યાન થયેલું મોત

vartmanpravah

Leave a Comment