January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી, સેલવાસ, દમણના શીખ અને સિંધી સમાજ દ્વારા ગુરુનાનક સાહેબના પ્રકાશ પર્વની ઉજવણીકરી

વાપી ગુરુદ્વારામાં અખંડ પાઠ, પૂજન-અર્ચન, સત્‍સંગ સાથે રક્‍તદાન, મેડિકલ ચેકઅપ કેમ્‍પના આયોજનો કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: શીખ ધર્મના સંસ્‍થાપક માનવતાના ઉત્‍થાયક ગુરુનાનક દેવજીનો 553મો જન્‍મોત્‍સવ વાપી, દમણ, સેલવાસમાં વસતા શીખ, સિંધી સમુદાય દ્વરા હર્ષોલ્લાસથી વાપી ગુરુદ્વારામાં પ્રકાશ પર્વની ઉજવણી કરી હતી.
વાપી ચણોદમાં આવેલ ગુરુદ્વારામાં આજે મંગળવારે ગુરુનાનક દેવજીની જન્‍મ જયંતિની ઉજવણી પ્રકાશ પર્વથી શીખ અને સિંધી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમ થકી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુરુદ્વારામાં અખંડ પાઠ, પૂજન-અર્ચન, કિર્તન, સત્‍સંગ સાથે લંગર પ્રસાદના અનેકવિધ આયોજન કરવામાં આવ્‍યા હતા. તેમજ રક્‍તદાન કેમ્‍પ, મેડિકલ ચેકઅપ કેમ્‍પ જેવા આયોજનનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો હતો.
ગુરુનાનક દેવજી માત્ર એક ધર્મના સ્‍થાપક નહોતા પણ સૃષ્‍ટિના જગતગુરુ હતા. તેમનો જન્‍મ કારતક પુર્ણિમાના દિને 1467માં લાહોર નજીક આવેલ તલબંડી નામના ગામમાં થયો હતો. ગુરુનાનક સાહેબે સંસારમાં રહી માનવ સેવાને શ્રેષ્‍ઠ ધર્મ બજાવ્‍યો હતો. આજે વાપી ગુરુદ્વારામાં નાનકજીના સાથી ભાઈસાબ ભાઈ મર્દાનાજીના 17મા વંશજ ભાઈ ઈન્‍દ્રજીત સિંગ અને 18મા વંશજ એવા પુત્રો વાપી ખાતે ગુરુ સંગતની સેવામાં ખાસ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કપરાડામાં નવનિર્મિત કમલ ગર્લ્‍સ હોસ્‍ટેલનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકો માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પિપરિયા પર હુમલો …બધાની નજર સિલવાસાથી આવતા રસ્‍તા તરફ સ્‍થિત થઈ

vartmanpravah

વલસાડના ઉમરગામના ખેડૂતની નવી પહેલ, પ્રાકૃતિક ખેતીનો વ્‍યાપ વિસ્‍તરે તે માટે ખેડૂતોને નિઃશૂલ્‍ક જીવામૃતનું વિતરણ કર્યું

vartmanpravah

વાપી જીઆઈડીસી ક્રિએટીવ ટેક્‍સટાઈલની પોલ ખુલી : દિવાલ ધસી પડતા સ્‍ટોક કરાયેલ વેસ્‍ટ બહાર ડોકાયો?

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલે ક્રિમિનલ બદનક્ષીના એક કેસમાં દમણ કોર્ટમાં આપી હાજરી

vartmanpravah

Leave a Comment