July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશની તમામ શાળા-કોલેજોમાં ચંદ્રયાન-3ના લાઈવ સ્‍ટ્રીમિંગ નિહાળવાની કરાયેલી વિશેષ વ્‍યવસ્‍થા

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં દમણની સરકારી કોલેજ, પોલીટેક્‍નિક અને એન્‍જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3ના સફળ લેન્‍ડિંગનો નિહાળેલો નઝારો

સંઘપ્રદેશ પ્રશાસનના હાયર અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન વિભાગે ઈસરો સહિત દેશના તમામ વૈજ્ઞાનિકોનો માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી અને દમણ-દીવની દરેક શાળા અને કોલેજોમાં ચંદ્રયાન-3ના વિશેષ લાઈવ સ્‍ટ્રીમિંગ નિહાળવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.
સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે સરકારી કોલેજ દમણ, પોલીટેકનિક અને સરકારી એન્‍જિનિયરીંગ કોલેજનાવિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3ના સફળ લેન્‍ડિંગનું જીવંત પ્રસારણ ઉમંગ અને ઉત્‍સુકતા સાથે નિહાળ્‍યું હતું.
આ પ્રસંગે સંઘપ્રદેશ પ્રશાસનના હાયર અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન વિભાગે ઈસરો સહિત દેશના તમામ વૈજ્ઞાનિકો અને આ અભિયાનમાં ફાળો આપનાર દરેક વ્‍યક્‍તિને દિલોજાનથી શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

આજે દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસની થનારી ‘ઔપચારિક’ ઉજવણીઃ પ્રદેશ ભાજપ નાની દમણ બસ સ્‍ટેન્‍ડે મુક્‍તિ દિવસને ‘જીવંત’ રાખવા કરશે પ્રયાસ

vartmanpravah

લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક ઉપરથી ઉત્તેજના ગાયબઃ પહેલી વખત વિકાસની રાજનીતિ ટોપ ઉપર

vartmanpravah

ચીખલી વન વિભાગે ચીમલા ગામે છાપો મારી ખેરના લાકડાનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

મરવડની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવઃ સંઘપ્રદેશના ઉચ્‍ચ અને ટેક્‍નિકલ શિક્ષણ નિર્દેશક શિવમ તેવટિયાએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

ચીખલી મામલતદાર કચેરીમાં પુરવઠા મામલતદાર નિયત કરાયેલા દિવસે ઉપસ્‍થિત ન રહેતા અરજદારોને પડી રહેલી હાલાકી

vartmanpravah

શિક્ષણ અને રમતગમતના સમન્‍વયથી જ સંપૂર્ણ વ્‍યક્‍તિત્‍વનો વિકાસ શકય છેઃ રમતગમત અધિકારી મનિષ સ્‍માર્ત

vartmanpravah

Leave a Comment