September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશ પ્રશાસનની પોલ્‍યુશન કંટ્રોલ કમીટિ દ્વારા અધિકૃત લાઈટ કનેક્‍શન નહીં ધરાવતી પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ.ને પોતાના ઉત્‍પાદનના ઓપરેટ માટે કન્‍સેન્‍ટ અપાતા મોટા ભેદભરમની જોવાઈ રહેલી શક્‍યતા

મેસર્સ પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ.એ પોતાની બે કિલોમીટર દૂર આવેલ સિસ્‍ટર કન્‍સર્ન યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડ પાસેથી અન્‍ડરગ્રાઉન્‍ડ ગેરકાયદે રીતે ઈલેક્‍ટ્રીક વાયર ખેંચી પોતાની વિજળીની જરૂરિયાતની કરેલી પૂર્તિ

આ કેબલ વાપી-કચીગામ રોડ મેઈન રોડના અંડરપાસ કરી લાઈન નાંખેલ છે જે ફલેર કંપની થઈ નાઈસા કંપનીના ગેટની સામેથી ખનકી પાસેથી વીજલાઈનના કેબલ બહાર નીકળે છે. જ્‍યાં કંપનીએ એક પોલ નાંખેલ છે.

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : સંઘપ્રદેશ પ્રશાસનની પોલ્‍યુશન કંટ્રોલ કમીટિ દ્વારા અધિકૃત લાઈટ કનેક્‍શન નહીં ધરાવતી કંપનીને પોતાના ઉત્‍પાદનના ઓપરેટ માટે કન્‍સેન્‍ટ અપાતા મોટા ભેદભરમની શક્‍યતા જોવાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નાની દમણના કચીગામ ખાતે ઝરી કોઝવે પાસે સર્વે નં. 377/2માં આવેલ મેસર્સ પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિમિટેડ પાસે સંઘપ્રદેશ પ્રશાસનના વિદ્યુત વિભાગ અને હાલમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશન લિમિટેડ(ટોરેન્‍ટ પાવર)નું કોઈપણ પ્રકારનું અધિકૃત કનેક્‍શન નથી. છતાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના પોલ્‍યુશન કંટ્રોલ વિભાગે કોઈપણ પ્રકારની ચકાસણી કર્યા વગર 28 ફેબ્રુઆરી, 2024 સુધી વાર્ષિક 3000મેટ્રિક ટનના મહત્તમ મશીનરી, ઈક્‍વિપમેન્‍ટ પાર્ટ વગેરેના ઉત્‍પાદનની અને ફેબ્રિકેશન ઓફ સ્‍ટ્રક્‍ચરલ સ્‍ટીલ આઈટમ એન્‍ડ એન્‍ટી કોરોઝીવ કોટિંગ ધેર ઓફ વાર્ષિક 12000 મેટ્રિક ટનના મહત્તમ ઉત્‍પાદન માટે કન્‍સેન્‍ટ જારી કરવામાં આવેલ છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કચીગામ નાની દમણ ખાતે ઝરી કોઝવે પાસે સર્વે નં. 377/2માં આવેલ મેસર્સ પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ. પાસે છેલ્લા 25 વર્ષથી વિદ્યુત વિભાગનું કોઈપણ પ્રકારનું અધિકૃત કનેક્‍શન નથી.
મળતી માહિતી પ્રમાણે મેસર્સ પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ.એ પોતાની બે કિલોમીટર દૂર આવેલ સિસ્‍ટર કન્‍સર્ન યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડ પાસેથી અન્‍ડરગ્રાઉન્‍ડ ગેરકાયદે રીતે ઈલેક્‍ટ્રીક વાયર ખેંચી પોતાની વિજળીની જરૂરિયાતની પૂર્તિ કરેલ છે. આ ષડ્‍યંત્રની જાણકારી દમણના લગભગ તમામ વરિષ્‍ઠ અધિકારીઓને હોવા છતાં આ કંપની સામે કોઈ પગલાં અત્‍યાર સુધી ભરાયા નથી તે ઘણું સૂચક છે.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને સુરત ઝોન કક્ષાની ‘‘શ્રી અન્ન” (મિલેટ્‍સ) સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

કલેક્‍ટર તથા આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ ભાનુ પ્રભાની સૂચના- દાનહમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવામાં આવે

vartmanpravah

દાનહ પોલીસે વાહનચોરીના કેસમાં આરોપી કૃષ્‍ણા દેવીશંકર વર્માની પનવેલથી કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

vartmanpravah

વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાના તાર દમણની આટિયાવાડ પોલીસ ચોકી સાથે પણ જોડાયેલા છે

vartmanpravah

નવસારી જિલ્લામાં નોકરી કરતી યુવતિ પર શંકા કરતા પતિને સમજાવી સમાધાન કરાવતી 181 અભયમ હેલ્‍પલાઈન ટીમ

vartmanpravah

Leave a Comment