Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના તન, મનને ડોલાવી ગઈ શ્રેયા ઘોષાલની ગાયિકી

મોન્‍સૂન ફેસ્‍ટિવલના ઉપક્રમે મોટી દમણના લાઈટ હાઉસ બીચ પાસે આયોજીત સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલના કન્‍સર્ટ અને બોલીવુડ મ્‍યુઝિકલ નાઈટનો હજારો લોકોએ લીધેલો લ્‍હાવોનયનરમ્‍ય સમુદ્રતટ અને હજારોની માનવ મેદની નિહાળી ગદ્‌ગદીત બની શ્રેયા ઘોષાલઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આયોજનની મંચ ઉપરથી કરેલી મુક્‍ત મને પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: આજે સાંજે મોટી દમણના લાઈટ હાઉસ બિચ નજીક સંઘપ્રદેશના ‘મોન્‍સૂન ફેસ્‍ટિવલ’ના ઉપક્રમે આયોજીત સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલના લાઈવ કન્‍સર્ટ અને બોલિવુડ મ્‍યુઝિકલ નાઈટને નિહાળવા માટે સમગ્ર દમણ સહિત આજુબાજુ વિસ્‍તારના લોકો અને પ્રવાસીઓ ઉમટી પડયા હતા. સંઘપ્રદેશ પ્રશાસને કરેલી યોગ્‍ય અને ચોક્કસ વ્‍યવસ્‍થાના કારણે ખૂબ જ મોટી સંખ્‍યામાં માનવ મેદની ઉપસ્‍થિત રહેવા છતાં ટ્રાફિકજામથી માંડી બીજી કોઈપણ પ્રકારની મોટી અવ્‍યવસ્‍થા સર્જાઈ નહીં હતી. કાર્યક્રમના સમારંભમાં પણ આયોજન કાબિલે તારીફ રહ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશ પ્રશાસને એક ટીમ બની કરેલા પ્રભાવશાળી આયોજનના પરિણામે સમગ્ર કાર્યક્રમ દરમિયાન અને કાર્યક્રમ પહેલા તથા પછી કોઈપણ પ્રકારની અવ્‍યવસ્‍થા જોવા નહીં મળી હતી.
આજના કાર્યક્રમને નિહાળવા હજારો લોકો ઉમટી પડયા હતા અને શ્રેયા ઘોષાલની ગાયિકાના તાલે ગરબા પણ રમ્‍યા હતા. તાળીઓનો ગડગડાટ અને શ્રોતાઓની કિકિયારીથી સમગ્ર વાતાવરણ પણ જીવંત બન્‍યું હતું. લોકોએ શ્રેયા ઘોષાલનાકાર્યક્રમને મનમુકીને માણ્‍યો હતો.
સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે પોતાના મંચ ઉપરથી પ્રશાસન દ્વારા કરાયેલા બહેતરીન મોન્‍સૂન ફેસ્‍ટિવલના આયોજન અને ખૂબસુરત સમુદ્રતટ તથા હજારોની ભીડને જોઈ પોતાની પ્રસન્નતા વ્‍યક્‍ત કરી હતી. તેમણે મંચ ઉપરથી આ પ્રકારના ઉમદા આયોજન બદલ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો ધન્‍યવાદ પણ પ્રગટ કર્યો હતો.
આજના કાર્યક્રમમાં પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંઘલા, દમણના ચીફ જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ સિનીયર ડિવિઝન શ્રી પવન બંસોડ, સીજીએમ શ્રીમતી સોનિયા સાવલેસકર, પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ (દાદા), દમણ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી અસ્‍પિભાઈ દમણિયા, દમણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણ હોટલ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી ગોપાલભાઈ મીરામાર સહિત મોટી સંખ્‍યામાં આમંત્રિતો, અધિકારીઓ અને જનમેદની ઉપસ્‍થિત રહી હતી.

Related posts

દમણઃ કચીગામ ગ્રા.પં. દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં માંગેલવાડની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

વાપી-વલસાડ સહિત જિલ્લામાં મધરાતે ગાજવીજ કડાકા સાથે તોફાની વરસાદ પડયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની કારોબારીમાં ચૂંટણીના પરિણામથી નિરાશ નહી થવા  રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સલાહ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના કેટલાક આઈએએસ અધિકારીઓના વિભાગોમાં ફેરબદલ : દીવના કલેક્‍ટર તરીકે ફરમાન બ્રહ્માની નિમણૂક

vartmanpravah

ટોરેન્‍ટ પાવર અને પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’ના સત્તાવાર પ્રાયોજક છે

vartmanpravah

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ગાયનોકોલોજી વિભાગના સર્જનોને મળી વધુ એક સફળતા

vartmanpravah

Leave a Comment