July 22, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

નારિયેળી પૂર્ણિમા ઉત્‍સવ-2023 અંતર્ગત દમણ બાલ ભવન બોર્ડ દ્વારા 2 સપ્‍ટેમ્‍બરે ગાયન સ્‍પર્ધા અને 3 સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ નૃત્‍ય સ્‍પર્ધાનું આયોજન નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : સંઘપ્રદેશ દમણમાં બાલ ભવન બોર્ડ ખાતે આજે નારિયેળી પૂર્ણિમા ઉત્‍સવ-2023 અંતર્ગત બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટ અને રાખડી બનાવવાની સ્‍પર્ધાનું આયોજન કરવામાંઆવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં દમણની વિવિધ શાળાઓના 125 જેટલા વિદ્યાર્થીઓએ ખુબજ ઉમંગ અને ઉલ્લાસથી ભાગ લીધો હતો અને પોતાનામાં છૂપાયેલી પ્રતિભાના દર્શન કરાવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ બાલ ભવન બોર્ડ દ્વારા બાળકોમાં છૂપાયેલી શક્‍તિને બહાર લાવવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે. જેની કડીમાં નારિયેલી પૂર્ણિમા ઉત્‍સવ-2023 અંતર્ગત આગામી 2જી સપ્‍ટેમ્‍બરના રોજ ગાયન સ્‍પર્ધા અને 3જી સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ નૃત્‍ય સ્‍પર્ધાનું આયોજન નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવશે.
આજે યોજાયેલ બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટની સ્‍પર્ધામાં 1 થી 3 ક્રમે આવેલા વિદ્યાર્થીઓને પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેમાં પ્રથમ ક્રમે શાલિની પાસવાન, દ્વિતીય ક્રમે અર્ચના અજય શાહ અને તૃતિય ક્રમે વૃતિ પટેલ રહ્યા હતા. જ્‍યારે રાખડી બનાવવાની સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે છેત્રી હિરા રાજકુમાર, દ્વિતીય ક્રમે રિયાકુમારી રંજનકુમાર અને તૃતિય ક્રમે દક્ષ પટેલ આવ્‍યા હત. જેઓને પ્રોત્‍સાહન રૂપે ઈનામો આપવામાં આવ્‍યા હતા. એમ દમણ બાલ ભવન બોર્ડના નિર્દેશક શ્રી મનોજગિરી ગોસ્‍વામીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

વલસાડની અતુલ ગ્રામ પંચાયતમાં ભૂલકા મેળો યોજાયો

vartmanpravah

કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાનું 8 કલાક સુધી ચાલ્‍યું દિલધડક રેસ્‍કયુ ઓપરેશન

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે રસ્‍તાના નવીનીકરણ કામગીરીની મુલાકાત લેતા બાંધકામ અધ્‍યક્ષ દિપાબેન પટેલ

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ ૧૯૮૭થી ૨૦૨૪ દમણ અને દીવ બેઠકમાં 1999થી માછી સમાજના યુગનો આવેલો અંતઃ પહેલી વખત કોળી પટેલ સમાજના સાંસદ બનેલા ડાહ્યાભાઈ પટેલ

vartmanpravah

નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા 100-કરોડ રૂપિયાથી વધુની આવક પાર કરીસમગ્ર રાજ્‍યમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

વલસાડના સરકારી પુસ્‍તકાલય ખાતે પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

Leave a Comment