October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ અને પ્રદેશ ભાજપના કદાવર નેતા રાકેશસિંહ ચૌહાણે ન.પા.માં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું કરેલું વિતરણ

પાલિકાકર્મીઓ આપણાં સ્‍વચ્‍છતા પ્રહરીઃ પ્રશાસકશ્રી હંમેશા છેવાડેના લોકોના કલ્‍યાણ માટે ચિંતિત રહે છેઃ રાકેશસિંહ ચૌહાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સેલવાસ નગરપાલિકાના પૂર્વ અધ્‍યક્ષ અને પ્રદેશના કદાવર ભાજપ નેતા શ્રી રાકેશસિંહ ચૌહાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં નગરપાલિકામાં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું વિતરણ કર્યું હતું.
સેલવાસ નગરપાલિકાના 300 જેટલા કર્મચારીઓ કે જેમાં સફાઈકર્મી, ડમ્‍પિંગકર્મી, ઘર ઘર કચરો ઉઠાવનારા કર્મી અને પાલિકા સ્‍ટાફને પૂર્વઅધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે શ્રમયોગી ગણાવી પ્રશાસકશ્રીના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે વધામણી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પાલિકાકર્મીઓ આપણાં સ્‍વચ્‍છતા પ્રહરી પણ છે અને પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે હંમેશા સમાજના છેવાડેના લોકોની ચિંતા કરી છે. તેમણે પાલિકા કર્મીઓને પ્રશાસકશ્રીના જન્‍મ દિવસ નિમિત્તે ધાબળાનું વિતરણ કરવા સાથે શ્રમપ્રસાદ સ્‍વરૂપે સ્‍વાદિષ્‍ટ ભોજન કરાવી સમરસતાનું પણ દૃષ્‍ટાંત પુરૂં પાડયું હતું.

Related posts

કડૈયા ગામના શ્રીજી યુવક મંડળ ખાતે પ્રસિદ્ધ કથાકાર દેવુ બાપુએ ગણપતિ બાપ્‍પાના આશીર્વાદ લઈ ભક્‍તોને મહાપૂજાનો આપેલો લાભ

vartmanpravah

વલસાડના કપરાડા તાલુકાના અંભેટી ગામની ઘટના કાકાએ ભત્રીજા પર હુમલો કર્યા બાદ પોતે ફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી ગઈ

vartmanpravah

સેલવાસની પ્રમુખ દર્શન સોસાયટી દ્વારા સાયલી ગ્રાઉન્‍ડ ખાતે ક્રિકેટ મેચ યોજાઈ

vartmanpravah

દાનહઃ વાઘછીપાના જર્જરિત રસ્‍તાઓનું જિલ્લા કલેક્‍ટરે પોતાની ટીમ સાથે કરેલું નિરીક્ષણઃ રસ્‍તાઓના નવીનિકરણની સંભાવના

vartmanpravah

વલસાડ સાંસદ ધવલભાઈ પટેલે વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત લીધીઃ સ્વલેખિત પુસ્તક ‘મોદી વીથ ટ્રાયબલ’ ભેટ આપ્યું

vartmanpravah

આંબોલી ગ્રામ પંચાયતના આંબોલી ગામમાં ‘સરકાર તમારા ઘર પર’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment