October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

“કુપોષણ મુક્ત નવસારી જિલ્લો” જન આંદોલન ત્રીજો તબકકો: નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.01: “કુપોષણ મુક્ત નવસારી જિલ્લો” જન આંદોલન ત્રીજો તબકકા અંતર્ગત નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, કાલિયાવાડી, નવસારી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં તમામ બાળકોને સૌના સહિયારા પ્રયાસથી કુપોષણ મુકત બનાવવા અનુરોધ કર્યો હતો. કુપોષણ મુકત નવસારી જન આંદોલનના ત્રીજા તબકકા અભિયાનમાં સરપંચશ્રી, એન.જી.ઓ., આંગણવાડી વર્કરો તેમજ ગ્રામજનો-આગેવાનોનો સહયોગ લઇ જનઆંદોલનરૂપે કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. રેડ ઝોન કે યલો ઝોનમાં રહેલા બાળકોને ગ્રીન ઝોનમાં કેવી રીતે લાવવા તે અંગે સંબંધિત અધિકારીઓને કલેકટરશ્રીએ સવિશેષ જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. કુપોષણમુક્ત નવસારી જિલ્લો અભિયાનનો મુખ્ય આશય છે કે, યલો ઝોન વાળા બાળકો ગ્રીન ઝોનમાં આવી જાય તે રીતે કામગીરી સૌએ કરવાની છે. જિલ્લાના તમામ અધિકારીઓને આંગણવાડીની ખાસ મુલાકાત લઇ, બાળકને પોષણયુકત આહાર તેમજ સમયસર આરોગ્ય તપાસ થાય તેની વિશેષ કાળજી રાખી અંગત રસ દાખવવા જણાવ્યું હતું. કુપોષણ મુક્ત નવસારી જિલ્લો અભિયાનમાં જિલ્લામાંથી ૧૦૮ જેટલા અધિકારીઓ જોડાશે.
આ પ્રસંગે નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતાએ ” કુપોષણ મુક્ત નવસારી જિલ્લો ” અન્વયે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ અવસરે મદદનીશ કલેકટર શ્રી ઓમકાર શિંદે, વાંસદા પ્રાયોજના વહીવટદાર શ્રી આનન્દુ સુરેશ, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.

Related posts

વાપીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી વિવિધ સેવાકીય કામગીરીથી કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના વંકાલમાં જિલ્લા કલેકટરને સ્‍થાનિકોની રજૂઆતની સાથે જ ગ્રામ પંચાયત દ્વારા તળાવમાંથી નકામું વહી જતું પાણી બંધ કરી દેવામાં આવતા સ્‍થાનિકોને મોટી રાહત

vartmanpravah

ચીખલી-વાંસદા ધોરીમાર્ગ પર જનતાના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા (થર્મો પ્‍લાસ્‍ટ) સફેદ રંગના પટ્ટા ઉપર જામેલા ધૂળના ઢગલાં: નિંદ્રાધિન તંત્ર ક્‍યારે જાગશે?

vartmanpravah

સેલવાસ કલેક્‍ટર કચેરીના ત્રીજા માળે ફૉલ સિલિંગ તૂટી પડીઃ સદ્‌નશીબેન કોઈને પણ ઈજા કે જાનહાનીની ઘટના ટળી

vartmanpravah

વાપી કરવડ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાઈટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગીઃ કામદારોમાં ભાગદોડ મચી

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર બનાવવામાં આવેલ દુકાનોનું ડિમોલિશન કરાયું

vartmanpravah

Leave a Comment