October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ગણેશજીની 9 ફૂટની પ્રતિમાના જાહેરનામાથી ગણેશ આયોજકોમાં નારાજગી : સિટી પો.સ્‍ટે.માં મિટિંગ યોજાઈ

11 ફૂટની શ્રીજીની મૂર્તિ વેચાણ કરતા 4 સામે ગુનો નોંધાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: આગામી સપ્‍ટેમ્‍બર મહિનાની તા.19 થી ગણેશ મહોત્‍સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તે પહેલાં કલેક્‍ટરે બહાર પાડેલ 9 ફૂટની પ્રતિચમાના જાહેરનામા અંગે વલસાડના ગણેશ મહોત્‍સવ આયોજકો અને ડી.જે. સંચાલકોમાં ભારે નારાજગી પ્રસરી જવા પામી છે તે સંદર્ભે આજે વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનમાં ગણેશ આયોજકોની મિટિંગ પોલીસ દ્વારા યોજવામાં આવી હતી.
ગણેશ મહોત્‍સવામં 9 ફૂટથી ઊંચી પ્રતિમા નહીં સ્‍થાપી શકાય એવું જાહેરનામું વલસાડ કલેક્‍ટર દ્વારા બાહર પાડવાની સાથે જ ગણેશ આયોજકો અને ભાવિકો દ્વારા વિરોધ કરવામાં આવ્‍યો છે. આજે વલસાડ સિટી પો.સ્‍ટે.માં ડી.વાય.એસ.પી. એ.કે. વર્માની અધ્‍યક્ષતામાં ગણેશ મંડળ આયોજકોની મિટિંગ યોજાઈ હતી.જેમાં પોલીસે આયોજન અંગેની ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્‍યું હતું. રાતે 10 વાગ્‍યા પહેલા ગણેશ સ્‍થાપના કરવાની રહેશે અને વિસર્જન અંગે નિયમોનું પાલન કરવું પડશે. મિટિંગમાં પાલિકા પૂર્વ પ્રમુખ રાજુ મરચાએ 9 ફૂટની પ્રતિમાનો નિયમનો વિરોધ કર્યો હતો. મૂર્તિના ઓર્ડર ચાર પાંચ મહિના પહેલા અપાઈ ચૂક્‍યા છે. બીજુ ચાલુ જાહેરનામું ભૂતકાળમાં પણ કેન્‍સલ કરાયેલું જ છે તેવું જણાવ્‍યું હતું. જો કે પોલીસ મક્કમ છે. વલસાડમાં 11 ફૂટની શ્રીજી મૂર્તિ વેચાણ કરી રહેલ ચાર સામે ગુનો નોંધ્‍યો છે. તેથી 9 ફૂટની પ્રતિમા વિવાદ વધુ ઉગ્ર બને એવુ લાગે છે. મિટિંગમાં 40 ઉપરાંત ગણેશ આયોજકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કલસર ચેકપોસ્‍ટથી દારૂ અને ટેમ્‍પો મળી 5.53 હજારનો મુદ્દામાલ કબજે કરતી પારડી પોલીસ

vartmanpravah

લોકસભાની દમણ-દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે દીવના બંદરચોકથી કાઢેલી ભવ્‍ય રેલી

vartmanpravah

રામાયણ ઉપર વિદ્યાર્થીઓની પરીક્ષાનો દેશભરમાં પ્રથમ પ્રયાસ વલસાડથી : 8 હજાર બાળકોએ પરીક્ષા આપી

vartmanpravah

દમણ મુસ્‍લિમ એસોસિએશને આન-બાન-શાનથી 61મા મુક્‍તિ દિવસની કરેલીઉજવણી

vartmanpravah

વાપી વી.આઈ.એ.માં રેન્‍જ આઈ.જી. અને એસ.પી.નો લોકાભિમુખ જન સંપર્ક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં હાજર રહેવા આપેલું વિધિવત આમંત્રણ

vartmanpravah

Leave a Comment