August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખડકી સ્‍ટોન ક્‍વોરીમાં પાર્ક કરેલા ડમ્‍પરમાં લાગી આગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: પારડી તાલુકાના ખડકી ગામે આવેલી ઘનશ્‍યામ સ્‍ટોન ક્‍વોરીના પાર્કિંગમાં પાર્ક કરેલા ડમ્‍પર નંબર જીજે-15-એટી-7554 માં રાત્રીના કોઈ કારણસર કેબિનના ભાગે આગ લાગવા પામી હતી. આગ લાગતાં જ ત્‍યાં રહેતા ડમ્‍પરના ચાલક દીપસિંગે આ બાબતે સ્‍ટોન ક્‍વોરીના સંચાલક રાજેશ લાલજીભાઈ વઘાસિયાને જાણ કરી હતી અને આ આગ બાબતની જાણ પારડી નગર પાલિકાની ફાયર ટીમને કરવામાં આવતા ફાયર ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી જઈ પાણી મારો શરૂ કર્યો હતો અને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. પરંતુ ડમ્‍પરનો કેબિનનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. હાલ તો આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે. આ સમગ્ર બાબતે પારડી પોલીસ મથકે ક્‍વોરી સંચાલકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી છેજે આધારે પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

…તો દમણમાં એક ઘર પણ કાચું નહીં રહે

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં બાળભવનના મકાનનું ઉદ્ધાટન કરાયું 

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્‍તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓએ ઉદવાડા દરિયા કિનારે સ્‍વચ્‍છતા અભિયાન કર્યુ

vartmanpravah

Leave a Comment