October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ બાલ ભવન દ્વારા આયોજિત જુનિયર ડાન્‍સ ગ્રુપ સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા ડાભેલના વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : દમણ બાલ ભવન દ્વારા જુનિયર ડાન્‍સ ગ્રુપ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા, ડાભેલના વિદ્યાર્થીઓએ દમણ જિલ્લાની તમામ શાળાઓની સ્‍પર્ધામાં દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કરી ડાભેલ વિદ્યાલયનું નામ રોશન કર્યું છે. શાળાના શિક્ષિકા શ્રીમતી ચૈતાલી કબીરીયાએ તમામ વિદ્યાર્થીઓને સ્‍પર્ધા માટે માર્ગદર્શન આપીને તૈયાર કર્યા હતા. આ સ્‍પર્ધામાં સમગ્ર દમણ જિલ્લામાં દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કરવા બદલ શાળાના મુખ્‍ય શિક્ષકશ્રીએ તમામ વિદ્યાર્થીઓ લકી, અંશિકા, નિધિ, પ્રિયાંશી, કાજલ અને જુહીને અભિનંદન પાઠવ્‍યા હતા અને પ્રોત્‍સાહન સાથે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

દીવના વણાંકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા 23મા સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલું આયોજન : દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે લગ્ન સમારંભમાં ઉપસ્‍થિત રહેલી નવદંપતિઓને આપેલા આશીર્વાદ

vartmanpravah

વાપીના નગરજનોને રોડોના ખાડાઓથી મળી રહેલ કામચલાઉ છૂટકારો : હાઈવે સર્વિસ રોડો ઉપર મરામત

vartmanpravah

વાપી ચાર રસ્‍તા ઉપર થયેલ કરપીણ હત્‍યા કાંડ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

vartmanpravah

વાપીમાં નશાકારક દવાના દુરુપયોગ અટકાવવા માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

એકશન એઈડ અને આદિવાસી એકતા પરિષદના ઉપક્રમે ધરમપુરમાંસ્ત્રી હિંસા વિરૂધ્‍ધ અભિયાનનો પ્રારંભ

vartmanpravah

દમણ શહેર ભાજપ પ્રમુખ હિરેન જોષીએ કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રીને ટુવ્‍હીલર ચલાવવા માટેના લાયસન્‍સની વયમર્યાદા 18 થી ઘટાડી 16 વર્ષ કરવા કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment