Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વશીયરમાં મળસ્‍કે છોટા હાથી ટેમ્‍પો રસ્‍તા વચ્‍ચે બેઠેલ ગાયો ઉપર ફરી વળતા 3 ગાયના મોત

નિર્દોષ જાનવરો બેમોત મરી રહ્યા છે, તંત્ર ચુપ છે :
ટેમ્‍પો ચાલક અકસ્‍માતકરી ફરાર થઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વલસાડ વશીયરમાં રોડ ઉપર બેઠેલ ગાયોના ટોળા ઉપર મળસ્‍કે ત્રણથી ચાર વાગ્‍યાના સુમારે છોટા હાથી ટેમ્‍પો ફરી વળતા ત્રણ ગાયોના ઘટના સ્‍થળે મોત થતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
વશીયર મધરમેરી સ્‍કૂલ સામે આજે મળસ્‍કે અજાણ્‍યો છોટા હાથી ટેમ્‍પો રોડ ઉપર બેઠેલ ગાયોના ટોળા ઉપર ફરી વળ્‍યો હતો. અકસ્‍માતમાં ત્રણ ગાયો મૃત્‍યુ પામી હતી. વશીયર ગામના સરપંચ પ્રકાશભાઈ પટેલ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. રસ્‍તા વચ્‍ચે પડેલી મૃત ગાયોને ખસેડી હતી. રખડતા ઢોરો સાથે અકસ્‍માત થતા રહે છે. તંત્ર મૌન છે. અકસ્‍માત સર્જી ટેમ્‍પો ચાલક ફરાર થઈ ગયો હતો પરંતુ ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ હતી.

Related posts

સ્‍માર્ટ સિટી સેલવાસના નવતર ‘‘Cycle2Work” અભિયાનને રાષ્‍ટ્રીય શહેરી કોન્‍કલેવમાં મળ્‍યો પ્રતિષ્‍ઠિત એવોર્ડ

vartmanpravah

પારડી જીવદયા ગ્રુપની પ્રશંસનીય કામગીરી: મોડી રાત્રે વલસાડ સુધી જઈ અજગરનું રેસ્‍કયું

vartmanpravah

સેલવાસઃ ચૈત્રી નવરાત્રિએ ગાયત્રી મંદિરમાં પૂજા અને હવનવિધિ યોજાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકો ભ્રષ્ટાચારના ભરડામાં: વિજીલન્‍સ તપાસની આવશ્‍યકતા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સેવા સમર્પણ સાથે ભાવિ પેઢીનોજયઘોષ

vartmanpravah

સંઘપ્રદેશની સરકારી નોકરીમાં સ્‍થાનિકોને પ્રાધાન્‍ય આપવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment