Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા પરિવહન વિભાગ દ્વારા માર્ગ અકસ્‍માતની તપાસના વિષયમાં પોલીસકર્મીઓ માટે એક દિવસીય પ્રશિક્ષણ કાર્યશાળાનું કરાયેલું આયોજન

ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા કેન્‍દ્રિય મોટર વાહન (પાંચમું સંશોધન અધિનિયમ) 2022ની બાબતમાં પોલીસકર્મીઓને કાર્યશાળામાં આપવામાં આવેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : સંઘપ્રદેશ પ્રશાસનના દમણ જિલ્લા પરિવહન વિભાગ દ્વારા આજે સડક દુર્ઘટનાઓની તપાસના વિષયમાં પોલીસ કર્મીઓ માટે એક દિવસીય પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સંઘપ્રદેશના પરિવહન વિભાગના સચિવ શ્રી નિખિલ દેસાઈના માર્ગદર્શનમાં અને પોલીસ અધિક્ષક (હેડ ક્‍વાર્ટર) શ્રી મણીભૂષણ સિંઘના સહયોગથી પોલીસ હેડ ક્‍વાર્ટરના પ્રશિક્ષણ કક્ષમાં આયોજીત આ પ્રશિક્ષણ કાર્યશાળામાં પુણે(મહારાષ્‍ટ્ર)થી લીગલ એક્‍સપર્ટ શ્રી મિલિંદ દેશપાંડે, પી.આઈ. શ્રી લોઈડ એન્‍થની તથા પરિવહન વિભાગ દમણના મોટર વાહન નિરીક્ષક શ્રી બિપિન પવારે પોલીસકર્મીઓને દુર્ઘટનાની તપાસ તથા તેના સંબંધિત અધિનિયમોની બાબતમાં વિસ્‍તારથી સમજ આપી હતી.
આ પ્રસંગે મોટર વાહન નિરીક્ષક શ્રી બિપિન પવારે ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા કેન્‍દ્રિય મોટર વાહન (પાંચમું સંશોધન)અધિનિયમ 2022 જારી કરાયું હોવાની જાણકારી આપી હતી. આ અધિનિયમમાં મોટર વાહન અકસ્‍માતની સ્‍થિતિમાં પોલીસ અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ કેવી રીતે કરવી જોઈએ તેની બાબતમાં વિસ્‍તારથી બતાવવામાં આવ્‍યું છે. અધિનિયમની વિશેષ જાણકારી માટે પ્રશિક્ષણાર્થીઓને અધિનિયમની ઝેરોક્ષ નકલ પણ વિતરિત કરાઈ હતી.
પુણે મહારાષ્‍ટ્રથી ઉપસ્‍થિત રહેલા લીગલ એક્‍સપર્ટ શ્રી મિલિંદ દેશપાંડેએ જણાવ્‍યું હતું કે, માર્ગ અકસ્‍માતની તપાસના સમયે પોલીસકર્મીએ અકસ્‍માતનું સ્‍થળ, અકસ્‍માતમાં સામેલ વાહન, અકસ્‍માતથી પ્રભાવિત વ્‍યક્‍તિ વગેરેની બારિકાઈથી તપાસ કરવી જોઈએ. તેમણે જણાવ્‍યું હતું કે, તપાસનો ઉદ્દેશ પ્રભાવિતોને વહેલામાં વહેલી તકે કાયદા મુજબનો ન્‍યાય પ્રદાન કરવાનો છે. આ પ્રસંગે પોતાના વિચારો રજૂ કરતા પી.આઈ. શ્રી લોઈડ એન્‍થનીએ જણાવ્‍યું હતું કે, માર્ગ અકસ્‍માતની તપાસ કરતા સમયે આપણે ખુબ જ સાવધાનીની સાથે કામ લેવું જોઈએ. તપાસ કરતાં સમયે પીડિત વ્‍યક્‍તિ, દુર્ઘટનાની સ્‍થિતિ, વાહનની સ્‍થિતિ, વાહનનો વીમો તથા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનની સ્‍થિતિની ઝીણવટપૂર્વક તપાસ કરવી જોઈએ. તેમણે જણાવ્‍યું હતું કે, પોલીસ જનતાની ભલાઈ માટે છે. તેથી દરેક સમયે ખાસ કરીને દુર્ઘટનાની સ્‍થિતિમાં આપણે તેમના પ્રત્‍યે અત્‍યંત ધૈર્ય, સદ્‌ભાવનાઅને સંવેદનશીલતાનો પરિચય આપવો જોઈએ.

Related posts

ચીખલીમાં મુખ્‍ય માર્ગ સ્‍થિત માર્જિનમાં આવેલા ધાર્મિક સ્‍થળો ખસેડવા પ્રાંત અધિકારી દ્વારા સ્‍થળ નિરીક્ષણ કરાયું

vartmanpravah

‘દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસ’ની જિલ્લા સ્‍તરીય ઉજવણી પ્રશાસકશ્રીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારની દરેક યોજનાઓ પુરી પારદર્શકતા સાથે કાર્યાન્‍વિતઃ કલેક્‍ટર ડૉ. સૌરભ મિશ્રા

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાપી વીઆઈએ પ્રમુખ, મંત્રી અને બોર્ડ સભ્‍યો દ્વારા ગૃહ અને ખાણ વિભાગના મુખ્‍ય સચિવ સાથે વાપીમાં સીઈઆઈએફ પ્રોજેક્‍ટ હેઠળ પાણી વિતરણની યોજનાના આગામી પ્રોજેક્‍ટ વિષે ચર્ચા કરી

vartmanpravah

વાપી મહારાષ્‍ટ્ર મિત્રમંડળ દ્વારા આયોજિત રંગોળી સ્‍પર્ધામાં એલ.જી.હરિયા સ્‍કૂલનો વિદ્યાર્થી ઝળક્‍યો

vartmanpravah

વાપીમાં ગરદનથી માથામાં ઘૂસી ગયેલ સળિયાને બહાર કાઢી તબીબોએ 5 વર્ષના બાળકને નવજીવન આપ્‍યું

vartmanpravah

Leave a Comment