September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવની મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્‍ટોના નિરીક્ષણનો શરૂ કરેલો ઝંઝાવાતી આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે દીવ જિલ્લાની મુલાકાત દરમિયાન વિવિધપ્રોજેક્‍ટોના નિરીક્ષણનો ઝંઝાવાતી આરંભ કર્યો હતો.
પ્રારંભમાં અધિકારીઓ સાથે મીટિંગ લઈ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોની જાણકારી મેળવી હતી. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવ સરકિટ હાઉસ પાસે આવેલ સ્‍વીમિંગ પુલ તથા સમર હાઉસ પાસે આવેલ પ્રોજેક્‍ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે એનેક્ષી સરકિટ હાઉસ, જૂની હોસ્‍પિટલ તથા ચર્ચ પાસેના રોડના કામનું તથા ચર્ચની બાજુમાં આવેલ ચિલ્‍ડ્રન પાર્કનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે જૂની પાનબાઈ સ્‍કૂલમાં ચાલી રહેલ પ્રોજેક્‍ટનું પણ નિરીક્ષણ કર્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રોજેક્‍ટોના નિરીક્ષણ દરમિયાન કેટલાક અધિકારીઓને સ્‍થળ ઉપર જ ફટકાર પણ લગાવી પ્રોજેક્‍ટમાં રહી ગયેલી ક્ષતિને સુધારવા માટેનું માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કામની ગુણવત્તા અને એલીવેશનની બાબતમાં કોઈ બાંધછોડ કરતા નથી. જો તેમના માપદંડ પ્રમાણે કાર્ય નહીં થયું હોય તો તેને સુધારવા કે તોડવા સુધીના પણ નિર્દેશ જારી કરી સંબંધિત કોન્‍ટ્રાક્‍ટર અને એન્‍જિનિયરોને પરસેવો પણ પડાવી દેતા હોય છે.

Related posts

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્‍ણનના જન્‍મ દિનની ઉજવણી

vartmanpravah

ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર પદે નવનિયુક્‍ત આઈ.એ.એસ. અધિકારી પ્રિયાંક કિશોરની વરણી

vartmanpravah

ધરમપુર બારોલીયામાં કાર્યરત નિવાસી શાળામાં ચાલતી ગેરરીતીઓ અંગે પોલીસમાં રાવ કરાઈ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્‍યે વિશેષ ગ્રામસભા

vartmanpravah

પારડી સ્‍વાધ્‍યાય મંડળ નવયુવક મિત્ર મંડળ બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર

vartmanpravah

‘ઈ-મેઘ સિસ્ટમ’ વલસાડ શહેર માટે આશીર્વાદરૂપ

vartmanpravah

Leave a Comment