કારમાં આવેલ ગૌ તસ્કરો સી.સી.ટી.વી.માં કેદ : અગાઉ ચલા મુક્તાનંદ માર્ગ ઉપર ગૌતસ્કરો ત્રાટક્યા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: વાપી વિસ્તારમાં ગૌતસ્કરો બેખૌફ બની રહ્યાની બીજી ઘટના આજે ગુરુવારે મળસ્કે 3:20 કલાકેના સુમારે ગુંજન છરવાડા રોડ સ્થિત રેમન્ડ સર્કલ પાસે કારમાં આવેલ ગૌતસ્કરો ગૌમાતાનેબેભાન કરી કારમાં ઊંચકીને ભરતા હોવાની ઘટના રોડ પરની દુકાનોમાં રહેલા સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ હતી.
વાપી સહિત વલસાડ જિલ્લામાં ગૌતસ્કરો બેફામ બની ચૂક્યા છે. થોડા સમયમાં પહેલાં વાપી મુક્તાનંદ માર્ગ ચલામાં રાતે ગૌતસ્કરો બે જુદી જુદી કારમાં આવી અને રોડ ઉપર બેસેલી ગાયોને ઈન્જેકશન મારી બેભાન કરી કારમાં ગાય માતાને ભરી રફુચક્કર થયાની ઘટના જેવી બીજી ઘટના ફરી ગુંજનમાં પરિવર્તન થઈ છે. ગુંજન રેમન્ડ સર્કલ પાસે કારમાં ગૌતસ્કરો આવ્યા હતા. ગાયને ઈન્જેકશન આપી બેભાન કરી કારમાં ભરી રહ્યા હોવાનો કિયાક્રમ નજીકના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ગયો હતો. સી.સી.ટી.વી.ના ફુટેજ આજે ગુરૂવારે વાયરલ થતા ગૌપ્રેમીઓની વધુ એકવાર લાગણી દુભાઈ છે ત્યારે રાત્રીના સમયમાં પોલીસ પેટ્રોલીંગ વધારી ગૌતસ્કરો ઉપર પોલીસ કોરડે વિંજે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.