Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરાની સરલા પરર્ફોમન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓની પગાર વધારા મુદ્દે હડતાલ

કોન્‍ટ્રાક્‍ટર દ્વારા ગેરકાયદેર ગણેશ ચતુર્થીના સમયે કર્મચારીઓના પગારમાંથી એક દિવસનો પગાર મરજી વિરુદ્ધ કાપવામાં આવતો હોવાની રાવઃ તમામ માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્‍યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : દાદરા નગર હવેલીના દાદરા સ્‍થિત સરલા પરર્ફોમન્‍સ ફાઇબર્સ લિમિટેડ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દાઓને લઈને કંપની બહાર હડતાલ પર ઉતર્યા છે.
હડતાલ ઉપર ઉતરેલા કંપનીના કામદારો, કર્મચારીઓના જણાવ્‍યા પ્રમાણે લઘુત્તમ વેતન ધારા પ્રમાણે પગારમાં વધારો થવો આવશ્‍યક છે. પગાર દર મહિને 10 તારીખ સુધીમાં થઈ જવો જોઈએ, જે કર્મચારીઓ ઘણાં વર્ષોથી કામ કરતા હોય તેઓનો દર વર્ષે કંપની દ્વારા પગાર વધારવામાં આવે, સાથે હાઉસકિપિંગ કર્મચારીઓનો પણ પગાર વધારવામાં આવે. દરેક કર્મચારીને સાર્વજનિક અવકાશના દિવસે વેતન ભરીને આપવામાં આવે, દર મહિનાની ચાર અઠવાડિક રજા પણ ભરી આપવામાં આવે, પેમેન્‍ટ ઓફ બોનસ એક્‍ટ 1965 મુજબ દર વર્ષે તમામ કર્મચારીઓને આપવામાં આવે, કોન્‍ટ્રાક્‍ટમાં કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઆપવામાં આવે છે એને બંધ થવું જોઈએ, કોન્‍ટ્રાક્‍ટર દ્વારા ગણેશ ચતુર્થીના સમયે કર્મચારીના પગારમાંથી એક દિવસનો પગાર અમારી મરજી વિરુદ્ધ કાપી લેવામાં છે જે ગેરકાયદેસર છે તેને બંધ કરવો, કર્મચારીઓનું પ્રોવિડન્‍ટ ફંડ(પી.એફ.) કાપવામાં આવે છે પરંતુ જ્‍યારે તે અંગે પૂછપરછ કરવામાં આવે ત્‍યારે યોગ્‍ય જવાબ આપવામાં આવતો નથી, જેથી દર મહિને પગાર સ્‍લીપ કર્મચારીઓને આપવામાં આવે અને કંપનીમાં કોઈપણ નિયમ લાગુ કરવા પહેલાં કર્મચારીઓને એક અઠવાડિયા પહેલા જાણ કરવામાં આવે.
કંપનીના કર્મચારીઓ-કામદારોના જણાવ્‍યા પ્રમાણે કંપની સંચાલકો દ્વારા જ્‍યાં સુધી અમારી માંગણી પૂર્ણ નહીં કરવામાં આવે ત્‍યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે.

Related posts

ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભા વિકાસના વિશ્વાસ અને પારદર્શક પ્રશાસનના ભરોસા સાથે સંપન્ન

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને નાની દમણ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

વાપી સુલપડ વિસ્‍તારમાં છેલ્લા 10 થી 15 દિવસથી પાણીનો કકળાટ

vartmanpravah

ઝોન કક્ષાની વાર્તા કથન સ્‍પર્ધામાં ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળા વાપીની વિદ્યાર્થીની દ્વિતિય ક્રમે વિજેતા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા મનોમંથન કરાયું

vartmanpravah

દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણઃ દાનહમાં શૂન્‍ય

vartmanpravah

Leave a Comment