Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વરસાદની ઋતુ દરમિયાન ડેન્‍ગ્‍યુ અને મેલેરિયાના ફેલાવાને રોકવા માટે દાદરા નગર હવેલી અને દમણના ઔદ્યોગિક નોડલ અધિકારીઓને આપવામાં આવી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લામાં વરસાદની મોસમ દરમિયાન ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા જેવા વેક્‍ટર બોર્ન રોગોના દર્દીઓની સંખ્‍યામાં વધારો થવાની સંભાવનાને ધ્‍યાનમાં રાખીને, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગે વરસાદની મૌસમમાં આ રોગોને ફેલાતો અટકાવવા અભિયાન શરૂ કર્યું છે. પ્રદેશમાં ઔદ્યોગિક એકમો મચ્‍છરોના ઉત્‍પત્તિ માટેના મુખ્‍ય સ્‍થળો પૈકીનું એક છે. તેને ધ્‍યાનમાં રાખીને દાદરા નગર હવેલી જિલ્લાના ઔદ્યોગિક નોડલ અધિકારીઓને નરોલી અને રાંધા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અને દમણ જિલ્લાના ઔદ્યોગિક નોડલ અધિકારીઓને દમણઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન (ડીઆઈએ), સોમનાથ નાની દમણના ઓડિટોરિયમમાં તાલીમ આપવામાં આવી હતી.
સંઘપ્રદેશનું આરોગ્‍ય તંત્ર પ્રદેશના નાગરિકોના આરોગ્‍યની સુરક્ષા માટે કટિબધ્‍ધ છે. ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા તાવ એ ગંભીર રોગો છે જે મચ્‍છરો દ્વારા ફેલાય છે. ઔદ્યોગિક એકમોમાં સામાન્‍ય રીતે સ્‍થિર પાણી હોય છે જે મચ્‍છરોના ઉત્‍પત્તિનું કારણ બની શકે છે. આને રોકવા માટે, રહેણાંક વિસ્‍તારોની આસપાસની જગ્‍યા સ્‍વચ્‍છ રાખવા, સ્‍થિર પાણીને એકઠું નહીં થવા દેવા, જૂના ટાયર, ડબ્‍બા અને અન્‍ય કન્‍ટેનર ફેંકી દેવા અથવા તેને ઊંધુ કરીને મુકવા, ઉદ્યોગોમાં કામ કરતા કામદારોએ સંપૂર્ણ બાંયના શર્ટ અને પેન્‍ટ પહેરવા, જેથી આ રોગથી બચી શકાય છે વગેરે જેવા મહત્‍વના મુદ્દે તાલીમાર્થીઓને પ્રશિક્ષિત કરાયા હતા.
આ સિવાય ખૂબ જ તાવ, શરીરમાં (સ્‍નાયુઓ અને સાંધાઓમાં) તીવ્ર દુઃખાવો, માથાનો દુઃખાવો, ખાસ કરીને આંખોની પાછળનો દુઃખાવો, ઉબકા અને ઉલ્‍ટી, ત્‍વચા પર લાલ ચકામા આ રોગના સામાન્‍ય લક્ષણો છે. તેથી, જો કોઈ કામદાર આવા લક્ષણોથી પીડાય છે, તો તેણે તાત્‍કાલિક નજીકની હોસ્‍પિટલમાં પોતાની તપાસ કરાવવા આરોગ્‍ય વિભાગ દ્વારા જણાવાયું. પ્રદેશની પેટા જિલ્લા અને જિલ્લા હોસ્‍પિટલોમાં ડેન્‍ગ્‍યુની તપાસ વિનામૂલ્‍યે કરવામાં આવે છે.
આતાલીમમાં ઔદ્યોગિક નોડલ અધિકારીઓને તેમની જવાબદારીઓથી વાકેફ કરવામાં આવ્‍યા હતા અને ડેન્‍ગ્‍યુ અને મેલેરિયાના ફેલાવાને રોકવા માટે તેઓ તેમના ઉદ્યોગોને સ્‍વચ્‍છ રાખશે અને તેમની જવાબદારી નિભાવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.

Related posts

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં સરકારી અધિકારીઓ અને નેતા વ્‍યસ્‍ત રહેતા વિકાસ કાર્યો ટલ્લે ચઢયા

vartmanpravah

હાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર પ્રેસ લખેલી કારમાં દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણની અટક

vartmanpravah

ચીખલી તાલુકામાં પુર આવ્‍યાને દોઢેક માસ જેટલો સમય વિતવા છતાં ખેડૂતોને કેળ સહિતના પાકોમાં નુક્‍શાનીની સહાય ન ચૂકવાતા નારાજગી ફેલાવા પામી છે

vartmanpravah

વલસાડની કસ્‍તુરબા અને ધરમપુરની રાજચંદ્ર હોસ્‍પિટલને હેલ્‍થકેર કોન્‍કલેવ 2024માં એવોર્ડ એનાયત

vartmanpravah

કપરાડામાં ખેતી અને પશુસંવર્ધન માટે 31 પશુધન દાનમાં અપાયા

vartmanpravah

Leave a Comment