Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન 17મીસપ્‍ટેમ્‍બરે રોટરી ક્‍લબ દાનહ દ્વારા નિઃશુલ્‍ક મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

આદિત્‍ય એન.જી.ઓ. અને નરોલી ગ્રામ પંચાયતના સહયોગથી આયોજીત મેગા મેડિકલ હેલ્‍થ ચેકઅપમાં વિવિધ રોગોના પ્રતિષ્‍ઠિત નિષ્‍ણાંત તબીબોની એક છત્ર નીચે મળનારી સેવાઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : રોટરી ક્‍લબ દાદરા નગર હવેલી દ્વારા આગામી 17મી સપ્‍ટેમ્‍બરના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન નિમિત્તે આદિત્‍ય એન.જી.ઓ. અને નરોલી ગ્રામ પંચાયતના સહયોગથી નિઃશુલ્‍ક મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન કર્યું છે.
રોટરી ક્‍લબ દાદરા નગર હવેલી દ્વારા આયોજીત મેગા મેડિકલ કેમ્‍પમાં વિવિધ રોગોના નિષ્‍ણાંત તબીબો દ્વારા નિદાન કરવામાં આવશે. જેમાં સેલવાસની મોહન લેબ. દ્વારા સુગર ચેકઅપ પણ કરવામાં આવશે. આંખની તપાસ, મોતિયા બિંદની ચકાસણી તથા મોતિયાનું ઓપરેશન, દૂર અને નજીકના ચશ્‍માનું મફત વિતરણ જેવા કાર્યક્રમો પણ કરાશે.
મેગા હેલ્‍થ ચેકઅપ કેમ્‍પમાં પ્રસિદ્ધ ફિઝિશ્‍યન ડૉ. સિદ્ધાર્થ પરમાર જનરલ બોડી ચેકઅપ કરશે. જ્‍યારે ડૉ. સાગર સોલંકી જનરલ બોડી ચેકઅપ અને હૃદયને લગતી સમસ્‍યાનું નિદાન કરશે. ડૉ. હરસિદ્ધિ રાઠોડ ચામડીના રોગોનું પરિક્ષણ કરશે. જ્‍યારે ડૉ. મિત્તલ પટેલ બાળરોગોનું નિદાન કરશે. ડૉ. જીગર શાહ માથું અને કરોડરજ્જુને લગતીબિમારીની ચકાસણી કરશે. ડૉ. ધવલ પટેલ માનસિક રોગ તથા ડિપ્રેશનની બાબતમાં નિદાન કરશે. ડૉ. અમિત માથુર દાંતના રોગ, મોઢામાં ચાંદા પડવા જેવી બિમારીની ચકાસણી કરશે.
વિવિધ રોગોના નિષ્‍ણાંત ડૉક્‍ટરોની સેવા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ 17મી સપ્‍ટેમ્‍બરના રોજ નરોલી ખાતે સવારે 8:00 થી સાંજે 4:00 વાગ્‍યા સુધી નરોલી પંચાયત હોલમાં એક છત્ર નીચે મળવાની હોવાથી તેનો ખુબ જ મોટા પ્રમાણમાં લાભ લેવા રોટરી ક્‍લબ દાદરા નગર હવેલી, આદિત્‍ય એન.જી.ઓ. અને નરોલી ગ્રામ પંચાયતે અપીલ કરી છે.

Related posts

દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવની દિલ્‍હી બદલીનો આદેશઃ દરેક વિભાગોમાં નિષ્‍ઠા અને કર્મઠતાથી બજાવેલી ફરજ

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા, નરોલી ખાતે યોજાયેલી પ્રશ્નમંચ સ્‍પર્ધા

vartmanpravah

વાપીમાં કાર્યરત રોડ, પુલ, અંડરપાસ અને હાઈવેના કામો અંગે ગાંધીનગરમાં ઉચ્‍ચ બેઠક યોજાઈ

vartmanpravah

મતદાન બાદ વલસાડ સ્‍ટ્રોંગ રૂમમાં રખાયેલ ઈ.વી.એમ. ઉપર કોંગ્રેસ-આપના ઉમેદવારો 24 કલાક પહેરો ભરી રહ્યા છે

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગે નાની દમણ જેટી ખાતે એક ગોડાઉનમાં ગેરકાયદે સંગ્રહેલ દારૂ જપ્ત કર્યો

vartmanpravah

હર ઘર તિરંગા અભિયાનઃ વલસાડ જિલ્લામાં 1.65 લાખ ઘર પર તિરંગો લહેરાશે

vartmanpravah

Leave a Comment