Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા શાળાકીય એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધામાં નાની વહીયાળ સ્‍કૂલના વિદ્યાર્થીઓ ઝળકયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: તારીખ 12/09/2023 ને મંગળવારના રોજ દક્ષિણા વિધાલય નારગોલ મુકામે સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 67મી અખિલ ભારતીય જિલ્લા કક્ષાની શાળાકીય એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધા યોજાઈ હતી. જેમાં વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોષી સાર્વજનિક માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા નાની વહીયાળ તા.ધરમપુરે કુલ-07 સ્‍પર્ધામા પ્રથમ ક્રમ અને 08 સ્‍પર્ધામાં બીજો ક્રમ પ્રાપ્ત કરી શાળાનુ ગૌરવ વધાર્યુ છે.
પ્રથમ ક્રમ અન્‍ડર 14- 80 મીટર હડલ્‍સમાં નિર્મલકુમાર-ધોરણ 09, અન્‍ડર-17- 400 મીટર વિધ્‍ન દોડ- ભાઈઓમાં કળણાલભાઈ ધોરણ-10, બહેનોમાં અલિશાબેન ધોરણ-10, અન્‍ડર-19, 800 મીટર દોડ- સાહિલકુમાર ધોરણ-11, 3000 મીટર દોડ- ધર્મીષ્‍ઢાબેન ધોરણ-11, 400 મીટર વિધ્‍ન દોડમાં વિશાલકુમાર ધોરણ-12, ગોળાફેંકમાં રવીનાબેન ધોરણ-11. દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરતના પ્રમુખ સુધાબેન દેસાઈ મંત્રી દત્તેશભાઈ ભટ્ટ, સહમંત્રીકાંતાબેન પટેલ શાળાના આચાર્ય શ્રી શૈલેશકુમાર આર. પટેલ અને શાળા પરીવારે વ્‍યાયામ શિક્ષિકા અમિતાબેન ગામીત, ટ્રેનર વિજયકુમાર વાની અને વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન આપી રાજ્‍ય અને રાષ્‍ટ્ર કક્ષાએ વિજય મેળવવા શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

ધરમપુર આસુરા ગામે સાસરે જવા નિકળેલ દંપતિની મોપેડને ઈકોએ ટક્કર મારતા પતિનું મોત

vartmanpravah

દુણેઠા સ્‍થિત જલદેવી માતા મંદિરના લાભાર્થે ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલસાડ એસટી વિભાગ દર પૂનમે ભક્‍તો માટે સ્‍પેશિયલ એસટી બસ દોડાવશે

vartmanpravah

નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ પાલિકા સભ્‍ય સુમનભાઈ પટેલ દ્વારા દરેક પંચાયતોમાં ગૌશાળા માટે અન્‍ય જગ્‍યા પર જમીન ફાળવણી કરવા કલેક્‍ટરને રજૂઆતકરાઈ

vartmanpravah

સેલવાસના બે સામાજીક કાર્યકર્તાઓનું હૃદય રોગના હૂમલામાં મોત

vartmanpravah

Leave a Comment