October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા. ૧૬ મી સપ્ટેમ્બરે મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: વલસાડ જિલ્લાની જિલ્લા માર્ગ સલામતીની બેઠક તા. ૧૬ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ કલેકટરશ્રી વલસાડના અધ્યક્ષપણા હેઠળ કલેકટર કચેરી વલસાડ ખાતે ૧૩.૦૦ કલાકે મળશે. આ બેઠકમાં શહેર જિલ્લામાં આવેલ વિવિધ ધોરીમાર્ગો, ડુંગરાળ વિસ્તારમાં માર્ગ સલામતી પુલોની સલામતી જાળવવા જરૂરી ચકાસણી અને સુધારણા, ધોરીમાર્ગોની નજીક આવેલ તળાવ, કેનાલ વગેરેની સમીક્ષા, બ્લેક સ્પોટમાં લેવામાં આવેલ સુધારાત્મક પગલા, શહેર/જિલ્લામાં નવા બની રહેલા માર્ગો પર વર્ક- ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન્ટ, અકસ્માતો નિવારવા માટે શહેર/જિલ્લામાં આવેલ અધિકૃત ગેપ બંધ કરાવવા બાબત, ટ્રાફિકના નિયમોના અમલીકરણ, વાહનોમાં મુસાફરો/શાળાના બાળકોનું ક્ષમતા કરતા વધુ પરિવહન સંદર્ભે કરેલ કામગીરીની સમીક્ષા, ગોલ્ડન અવરમાં ઇજાગ્રસ્તોને સારવાર મળી રહે તે માટે અકસ્માતની સંભાવના ધરાવતા માર્ગો/વિસ્તારો તથા બ્લેક સ્પોટની નજીક ૧૦૮- એમ્બ્યુલન્સની આરોગ્ય વિભાગે કરેલ વ્યવસ્થાની સમીક્ષા, જિલ્લામાં ઉપલબ્ધ એમ્બ્યુલન્સ/૧૦૮ એમ્બ્યુલન્સ તથા ખાનગી ટ્રસ્ટ/હોસ્પિટલ દ્વારા સંચાલિત ખાનગી એમ્બ્યુલન્સનું મેપીંગ વગેરે બાબતો પર ચર્ચા કરાશે એમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.

Related posts

કપરાડાની સરકારી કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

વાપી ડેપોમાં કલાકો સુધી સન્નાટો છવાઈ ગયોઃ પોલીસ, ડોગ સ્‍કવોર્ડ, એમ્‍બ્‍યુલન્‍સની દોડધામ મચી

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે સસરાએ જમાઈને કુહાડીથી મારતા હાસ્‍પિટલ ખસેડાયો

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ આંતર શાળા સુડોકુ સ્‍પર્ધામાં ઝળક્‍યા

vartmanpravah

ચીખલી તાલુકાના ગામોમાં દીપડાની દહેશત વચ્ચે દીપડો મોઢામાં શિકાર લઈને ફરતો હોય તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં ગભરાટનો માહોલ 

vartmanpravah

Leave a Comment