September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી એલસીબીએ સરૈયાથી દારૂ ભરેલ જીપ સાથે એકની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: નવસારી એલસીબી પોલીસનો સ્‍ટાફ ચીખલી વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમ્‍યાન બાતમી મળી હતી કે એક મહેન્‍દ્ર જીપ નં. જીજે-01-એચડી-4722માં સેલવાસથી દારૂ ભરી સુરત તરફ જનાર છે. જે હકીકત બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસની ટીમ સરૈયા ગામે અંબિકા નદીના પુલ પાસે ટાંકલથી સણવલ્લા રોડ ઉપર વોચ ગોઠવી હતી. આ દરમ્‍યાન બાતમી મુજબની મહિન્‍દ્રા જીપ આવતા જેને રોકી તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-155 કિં. રૂા.1,25,400/- મળી આવતા જે અંગેની પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવતા પોલીસે એક મોબાઈલ કિં. રૂા.5,000/-, જીપની કિં. રૂા. 1,00,000/- મળી કુલ્લે રૂા.2,31,400/-નો મુદ્દામાલ કબ્‍જે કરી દારૂ ભરેલ કારનું વહન કરનાર દિનેશ ભેરારામ બીસનોઈ (ભાદુ) (રહે.નરોલી ચાર રસ્‍તા પાસે ભાડાના રૂમમાં સેલવાસ)ની ધરપકડ કરી હતી. જ્‍યારે દારૂનો જથ્‍થો ભરાવનાર વિમલ જાટ ચૌધરી (રહે.સેલવાસ) તથા અન્‍ય એક અજાણ્‍યા ઈસમ મળી બે જેટલાને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Related posts

પારડી હાઇવે સ્‍થિત ફાઉન્‍ટેન હોટલની સામે એક વિશાળકાય અજગર નજરે ચઢતા સર્વિસ રોડ પર ટ્રાફિક થઈ ગઈ

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં દારૂ-બિયરના પ્રભાવને રોકવા દમણ જિલ્લા પોલીસ સક્રિયઃ દારૂના વિક્રેતાઓ અને ઉત્‍પાદકો સાથે યોજેલી બેઠક

vartmanpravah

નરોલી ચારરસ્‍તા પર ટ્રાફિક કંટ્રોલ માટે ઝિબ્રા ક્રૉસિંગ અથવા સ્‍પીડબ્રેકર બનાવવા દાનહ જિલ્લા ભાજપ એસ.સી.મોર્ચાના ઉપ પ્રમુખ ગુલાબ રોહિતની માંગ

vartmanpravah

વાપી શહેરનું નામ બદલવાની જરૂર છે ‘‘ખુલ્લી ગટર શહેર’’: વાપી વિસ્તારમાં ઠેર ઠેર ખુલ્લી રહેલી ગટરો અકસ્માતને આમંત્રી રહી છે

vartmanpravah

દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપ

vartmanpravah

વાપી ખાતે આવેલ આર.એસ.ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment