January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

‘Change Before Climate Change’ના સંદેશ સાથે પુરા ભારતની સાયકલ ઉપર પરિક્રમા કરવા નિકળેલા જયંત મહાજનનું દમણ ખાતે આગમન

જયંત મહાજને પોતાની યાત્રાની શરૂઆત ભારત-પાકિસ્‍તાન સીમા ઉપર સ્‍થિત અને ઝીરો પોઈન્‍ટ તરીકે ઓળખાતા ગુજરાતના નાડા બેટથી કરી હતીઃ એક વર્ષમાં લગભગ 21 હજાર કિ.મી.ની યાત્રા કરવાના લક્ષ્યાંક સાથે અત્‍યાર સુધી પૂર્ણ કરેલ 1200 કિ.મી.ની યાત્રા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : ‘Change Before Climate Change’ એટલે કે ‘પર્યાવરણ બદલાય તે પહેલાં આપણે પોતાને બદલીએ’ના સંદેશ સાથે સમગ્ર ભારતની સાયકલ ઉપર પરિક્રમા કરવા નિકળેલ શ્રી જયંત મહાજનનું આજે દમણના સાયકલીસ્‍ટ શ્રી જયેશભાઈ જોષીની પહેલથી દમણની સાર્વજનિક વિદ્યાલયમાં અભિવાદનનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં શ્રી જયંત મહાજને વિદ્યાર્થીઓને પર્યાવરણને કેવું રીતે બચાવવું અને તેની સાથે સામંજ્‍ય રાખી કેવી રીતે વિકાસ કરવો તે બાબતે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા-વિચારણાં કરી તેમને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં સાર્વજનિક વિદ્યાલય મેનેજમેન્‍ટના સચિવ શ્રી રૂદ્રેશ ટંડેલ અને વિદ્યાલયના પ્રિન્‍સિપાલ શ્રી દિપકભાઈ મિષાીએ સંપૂર્ણ સહયોગ આપ્‍યો હતો.
શ્રી જયંત મહાજને પોતાનીયાત્રાની શરૂઆત ભારત-પાકિસ્‍તાન સીમા ઉપર સ્‍થિત અને ઝીરો પોઈન્‍ટ તરીકે ઓળખાતા ગુજરાતના નાડા બેટથી કરી હતી. તેઓએ ત્‍યાંથી જામનગર, સોમનાથ, દીવ, ભાવનગર અને હજીરા થઈ 12મી ફેબ્રુઆરીએ દમણ પહોંચ્‍યા હતા. શ્રી જયંત મહાજન પોતાની આગળની યાત્રા હવે દમણથી મુંબઈ, પૂણે થઈ દરેક તટવર્તી રાજ્‍યોથી પસાર કરશે અને આવતા વર્ષે તેમણે જ્‍યાંથી યાત્રા શરૂ કરી હતી તે નાડા બેટ પહોંચશે. એક વર્ષમાં તેઓ લગભગ કુલ 21,000 કિલોમીટરની યાત્રા કરશે. અત્‍યાર સુધી તેમણે 1200 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે. સાયકલીસ્‍ટ શ્રી જયેશ જોષીએ દમણના તમામ સાયકલીસ્‍ટ મિત્રો તરફથી શ્રી જયંત મહાજનને તેમની આગળની યાત્રા માટે શુભકામના પાઠવી હતી.

Related posts

વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગમન પૂર્વે સાંસદ સી.આર.પાટીલે સભા સ્‍થળની વિઝિટ લીધી

vartmanpravah

લોકસભાની દાનહબેઠકની પેટા ચૂંટણીમાં 3 ઓબ્‍ઝર્વરોની નિમણૂક

vartmanpravah

સરીગામ જીઆઈડીસી સહિત સમગ્ર તાલુકામાં કેમેરાથી શુટીંગકરી બ્‍લેકમેઈલ કરનાર ટોળકીનો વધેલો આતંક

vartmanpravah

ધોરણ 10મા બોર્ડનું પરિણામ જાહેર: દાનહ અને દમણ-દીવનું 54.33 ટકા પરિણામઃ દમણમાં સૌથી ઓછું પરિયારી હાઈસ્‍કૂલનું 14.86 ટકા

vartmanpravah

વાંસદા તાલુકામાં સૌથી વધુ ૧૮૪ મી.મી વરસાદ નોંધાયો : કેલિયા અને જૂજ ડેમ ઓવરફ્લો થતાં નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા

vartmanpravah

દીવ વિસ્‍તારમાં બે જગ્‍યાએ લાગેલી આગ

vartmanpravah

Leave a Comment