Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્‍કૃતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીયસંસ્‍થા) દ્વારા વાપી ખાતે 16 સપ્‍ટેમ્‍બરે ભવ્‍ય શોભાયાત્રા યોજાશે

શનિવારે અંબામાતા મંદિરથી ભવ્‍ય શોભાયાત્રા સૌરાષ્‍ટ્ર પટેલ
સમાજવાડીમાં મુખ્‍ય કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્‍કૃતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા) દ્વારા વાપી ખાતે 16 સપ્‍ટેમ્‍બરે ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન થયું છે. વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદના આંતરરાષ્‍ટ્રીય અધ્‍યક્ષ પૂજ્‍ય શાષાી સ્‍વામી કપિલજીવન દાસજીના અધ્‍યક્ષ સ્‍થાને આયોજિત આ રેલીમાં દેશભરમાંથી મહાનુભાવો ઉપસ્‍થિત રહી અવસરની શોભા વધારશે.
આંતરરાષ્‍ટ્રીય વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્‍કૃતિક સંઘ દ્વારા સલવાવના સંત અને શ્રી સ્‍વામીનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્રના મે. ટ્રસ્‍ટી પૂજ્‍ય શાષાી સ્‍વામી કપિલજીવનદાસજીને આંતરરાષ્‍ટ્રીય વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદના અધ્‍યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે. જે સમગ્ર દેશ તથા ગુજરાત રાજ્‍ય માટે ગૌરવ લેવા જેવી બાબત બની રહી છે.
આગામી તા.16-9-2023ને શનિવારના રોજ સવારે 8:00 કલાકે વાપી જીઆઈડીસી રામલીલા મેદાન, અંબામાતા મંદિર સામેથી આ શોભાયાત્રા નીકળશે. જેમાં ગંગારથ, ગીતાજીરથ અને તુલસીરથનો ટેબ્‍લોની ઝાંખી કરાવશે. આ શોભાયાત્રા મુખ્‍ય ર્મા ઉપર ફરી અને શ્રી સૌરાષ્‍ટ્ર લેવા પટેલ સમાજ વાડી, શ્રીનાથજી પાર્કની બાજુમાં હરિયાહોસ્‍પિટલ રોડ બલીઠા વાપી ખાતે પહોંચશે. જ્‍યાં સભામાં પરિવર્તિત થશે. ત્‍યાં ભારતમાતા, ગૌમાતા, ગંગાકળશ, ગીતાજી તથા તુલસીમાતાનું પૂજન, મહાનુભાવોના સન્‍માન બાદ સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ થશે. તે પછી 1000 વ્‍યક્‍તિઓને ગંગાજળ, ગીતાજી તથા તુલસીછોડની કીટ નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવશે. આ સાથે 25 કરોડ પરિવાર સુધી ઘર ઘર ગંગા, ઘર ઘર ગીતા, ઘર ઘર તુલસીનો સંદેશ પહોંચાડવા સંકલ્‍પ લેવાશે.
આ પ્રસંગે પૂજ્‍ય અખંડાનંદ સ્‍વામી (અધ્‍યક્ષ, વલસાડ જિલ્લા સંત સમિતિ), પૂજ્‍ય રામ સ્‍વામી, ડો.એસ.પી. તિવારીજી (સંસ્‍થાપક, વિશ્વ કુટુંબકમ પ્રવાસી સંઘ) ડો.એન.બી. મોરે (આંતરરાષ્‍ટ્રીય સંયોજક, વિશ્વ પ્રવાસી સંઘ), શ્રી દિલીપ પટેલ (સંરક્ષક વિશ્વ પ્રવાસી સંઘ), શ્રી ડી.પી. મિશ્રા (શ્રી રામ જન્‍મભૂમિ શોધક), ડો.ચૈતાલી સિંગ (સચિવ, વિશ્વ પ્રવાસી સંઘ), નીરજ તિવારી, વિવિધ સામાજિક અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થછાના આગેવાનો અને સભ્‍યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. સ્‍વામિનારાયણ ગુરુકુળમાં આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં કાર્યક્રમ અંગે સવિસ્‍તાર માહિતી આપવામાં આવી હતી.

Related posts

શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ દ્વારા હવેલી ગ્રાઉન્‍ડ, સેલવાસ ખાતે ‘મુંબઈ યુનિવર્સિટી ઝોન – II ઈન્‍ટરકોલેજ હેન્‍ડબોલ ટુર્નામેન્‍ટ’ યોજાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં પશુઓમાં ફેલાયેલો લમ્‍પી વાયરસની ગંભીરતા લેવાની આવશ્‍યકતા

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 8 ઓફિસો અને 1 ગેરેજને તાળું મારવા સાથે બે ચાલીના કાપેલા નળ જોડાણ 

vartmanpravah

આજે દમણવાડા ગ્રા.પં. દ્વારા ‘માતૃ અને વિદ્યા શક્‍તિ’નો થનારો આવિષ્‍કાર

vartmanpravah

વાપી પત્રકાર વેલ્‍ફેર એસો. આયોજીત ત્રિ-દિવસીય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દબદબાપૂર્વક પ્રારંભ

vartmanpravah

ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય માટે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

Leave a Comment