December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શરાબ શોખીનો માટે ખેમાણી ગ્રુપે લોન્‍ચ કરી નવીનતમ પ્રિમિયમ વ્‍હિસ્‍કી ‘રોયલ રિસ્‍પેક્‍ટ’

રોયલ રિસ્‍પેક્‍ટ વ્‍હિસ્‍કીમાં સ્‍મૂથનેસ, ફલેવર, મેલોનસ અને ફાઈનેસના પાંચ ઘટકોથી શરાબ શોખીનોને મળશે વૈભવી ઠાઠ અને નવો અંદાજ

આવતા દિવસોમાં પોતાની ઉત્‍કૃષ્‍ટ બ્રાન્‍ડથી સમગ્ર દેશમાં દમણનું ધ્‍યાન આકર્ષિત કરશે એવો વિશ્વાસ પ્રગટ કરતા ખેમાણી ગ્રુપના વાઈસ ચેરમેન અમિત ખેમાણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : દાદરા નગર હવેલી અને દમણ-દીવના શરાબ શોખીનો માટે ખેમાણી ગ્રુપે આજે પોતાની નવીનતમ પ્રિમિયમ વ્‍હિસ્‍કી ‘રોયલ રિસ્‍પેક્‍ટ’ને લોન્‍ચ કરવાની જાહેરાત દમણની એક આલીશાન હોટલના કોન્‍ફરન્‍સ હોલમાં આયોજીત પત્રકાર પરિષદમાં કરી છે.
પત્રકાર પરિષદમાં આયોજકો દ્વારા દાવો કરતા જણાવાયું છે કે, રોયલ રિસ્‍પેક્‍ટ પ્રિમિયમ વ્‍હિસ્‍કી એક ખુબ જ અલગ મિશ્રણ છે. જે શ્રેષ્‍ઠ સ્‍કોચ માલ્‍ટ અને ભારતીય અનાજના સ્‍પિરિટને સંયોજીત કરીને કાળજીપૂર્વક રચવામાં આવ્‍યું છે. આ અનોખા ફયુઝન વ્‍હિસ્‍કીમાં પરિણમે છે જે વૈભવી અને એક નવો અંદાજ આપે છે. રોયલ રિસ્‍પેક્‍ટ વ્‍હિસ્‍કીમાં પાંચ ઘટકોના સુમેળભર્યા સંયોજનનું અનાવરણ કરે છે. જેમાં સ્‍મૂથનેસ, ફલેવર, મેલોનસ અને ફાઈનેસનો સમાવેશ થાય છે. આ અસાધારણ મિશ્રણ ઈન્‍દ્રીઓનેમોહિત કરવાનું વચન આપે છે. રોયલ રિસ્‍પેક્‍ટ અગામી અઠવાડિયામાં તમામ સંબંધિત આઉટલેટ્‍સમાં ઉપલબ્‍ધ કરાવવામાં આવશે અને યોગ્‍ય સમયે ઓફ પ્રિમાઈસ અને ઓન પ્રિમાઈસ આઉટલેટ્‍સ પર પુરી દૃશ્‍યતા દ્વારા પ્રમોટ કરવામાં આવશે.
પ્રિમિયમ વ્‍હિસ્‍કીના ચાહકોને પોતાના ખિસ્‍સાને પરવડે એવી સ્‍પર્ધાત્‍મક કિંમત રાખવામાં આવેલ છે. 750 એમ.એલ.ની ફૂલ બોટલના ફક્‍ત રૂા.330 અને 180 એમ.એલ. ક્‍વાર્ટરના ફક્‍ત રૂા.85નો દર રાખવામાં આવેલ છે.
વ્‍હિસ્‍કીના રસિકોને રોયલ રિસ્‍પેક્‍ટ બ્રાન્‍ડ આકર્ષશે એવું અનુમાન વ્‍યક્‍ત થઈ રહ્યું છે. પત્રકાર પરિષદમાં બોલતાં ખેમાણી ગ્રુપના વાઈસ ચેરમેન શ્રી અમિત ખેમાણીએ જણાવ્‍યું હતું કે, મધ્‍યપ્રદેશમાં સફળ લોન્‍ચ પછી અમને દમણના સમજદાર ગ્રાહકોને રોયલ રિસ્‍પેક્‍ટ વ્‍હિસ્‍કી રજૂ કરવામાં અમને આનંદ આવી રહ્યો છે. ખેમાણી ગ્રુપ આવતા દિવસોમાં પોતાની ઉત્‍કૃષ્‍ટ બ્રાન્‍ડથી સમગ્ર દેશનું પણ ધ્‍યાન આકર્ષિત કરશે એવો વિશ્વાસ પણ શ્રી અમિત ખેમાણીએ વ્‍યક્‍ત કર્યો હતો. શ્રી અમિત ખેમાણી સાથે ખેમાણી ગ્રુપના સી.એમ.ઓ. શ્રી અમિત ઘટક પણ જોડાયા હતા.

Related posts

કપરાડામાં તાલુકા મથકે જય જલારામ એચપી ગેસ એજન્‍સીનું લોકાર્પણ થતા પ્રજામાં છવાયેલી ખુશી

vartmanpravah

વલસાડ ગુંદલાવ જીઆઈડીસીની કંપનીમાં દશમી વાર ચોરીનો બનાવ બન્‍યો

vartmanpravah

સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. પર્લ રાઠોડ દમણમાં ટોપર બનીઃ કોમર્સ પ્રવાહમાં મેળવેલા 96.40 ટકા ગુણ

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

ડુંગરા પોલીસે 1 વર્ષથી પેરોલ પરથી એન.ડી.પી.એસ. ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડયો

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક ઉપર ‘બાપ’ના દિપકભાઈ કુરાડાએ ભરેલું ઉમેદવારી પત્રક: મોટી સંખ્‍યામાં રહેલી સમર્થકો અને ટેકેદારોની ઉપસ્‍થિતિ

vartmanpravah

Leave a Comment