Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ટેમ્‍પોથી પત્રકારને ટક્કર મારી ભાગેલ ટેમ્‍પો ચાલક ઝડપાયો

સાપ્તાહિકના તંત્રી ભદ્રેશ પંડયા કારમાં ઘરે જતા હતા ત્‍યારે
ગરનાળા પાસે અકસ્‍માત સર્જાયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપીમાં નવા રેલવે ગરનાળા પાસે ગયા સપ્તાહે પત્રકારને ટેમ્‍પો ચાલકે ટક્કર મારી અકસ્‍માત કરી ફરાર થઈ ગયો હતો. વાપી ટાઉન પોલીસે ફરાર ટેમ્‍પો ચાલકને ઝડપી પાડયો છે.
વાપીમાં સાપ્તાહિક ચલાવતા પત્રકાર ભદ્રેશભાઈ પંડયા ગયા સપ્તાહમાં કામકાજ પતાવી કાર લઈને ચલા ઘર તરફ જતા હતા ત્‍યારે નવા રેલવે ગરનાળા પાસે તેમની કારને એક ટેમ્‍પા ચાલકે અકસ્‍માત કર્યો હતો. ભદ્રેશભાઈ કાર ઉભી રાખી ટેમ્‍પો ચાલકને વાત કરવા ગયેલા ત્‍યારે ટેમ્‍પો ચાલકે ભદ્રેશભાઈને અડફેટમાં લઈ ટેમ્‍પો ચાલક ફરાર થઈ ગયો હત. પટકાયેલ ભદ્રેશભાઈને ફેક્‍ચર થયું હતું તેથી ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયેલા હતા. અકસ્‍માત બાદ નોંધાયેલ ફરિયાદની તપાસ ટાઉન પોલીસે હાથ ધરી હતી. અંતે એક સપ્તાહ બાદ ફરાર ટેમ્‍પો ચાલક પ્રિન્‍સ છત્રબલી સિંહ રહે. જે ટાઈપને ગુરુવારે સાંજના ધરપકડ કરી હતી.

Related posts

અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ દ્વારા તા.19 મેના રોજ પરીયા હાઈસ્‍કૂલમાં નિઃશુલ્‍ક નેત્રયજ્ઞ યોજાશે

vartmanpravah

પારડી વિધાનસભા ભાજપના ઉમેદવાર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના વાપી મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદ્‌ઘાટન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રી એન.એન.દવેના હસ્તે ICU ઓન વ્હીલ્સ ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

vartmanpravah

ખડકીમાં ટુકવાડાથીᅠઈજાગ્રસ્‍તને લઈ જતી 108 નીᅠઅડફેટેᅠચઢયો રાહદારી: સાઈરનᅠવગાડતી જતી 108 સામે મોબાઈલ પર વાતો કરવાના ધ્‍યાનમાં રાહદારી આવી ચઢતા સર્જાયો અકસ્‍માત

vartmanpravah

મરવડ યુવક મંડળ દ્વારા શ્રી ચિબડી માતાજીના 21મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર સર્જી તારાજી

vartmanpravah

Leave a Comment