Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી હાઈવે ચાર સ્‍તા પાસે ખાડાઓના સામ્રાજ્‍યથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસમાં ચાર રસ્‍તા પાસે માર્ગ મકાન વિભાગ દ્વારા હાઈવે ઓથોરીટી પર ઢોળી મરામત ન કરવામાં આવતા આ માર્ગ ક્‍યા રાજ્‍યને લાગુ થતો હશે તેવી ચર્ચા?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.15: ચીખલી હાઈવે ઓવરબ્રિજ ચાર રસ્‍તા પાસે સમરોલીમાં બીલીમોરા તરફ જતા માર્ગ ઉપર દર વર્ષે વરસાદના આગમન સાથે જ મસમોટા ખાડા પડીજતા હોય છે. આ વખતે પણ આવી જ સ્‍થિતિ સર્જાવા પામી છે, હાઈવે ચાર રસ્‍તા પાસે બીલીમોરા જતા માર્ગ ઉપર માર્ગની સપાટી ઠેર ઠેર તૂટી જવા સાથે મસમોટા ખાડાઓ પડયા છે ખાડાઓને પગલે આ સ્‍થળે વારંવાર ટ્રાફિકજામ થઈ રહ્યો છે ચાર રસ્‍તાનું જંકશન હોવાથી ખાસ કરીને સવારે અને સાંજે પીક અવર્સમાં ટ્રાફિકનું ભારણ વધુ રહેતું હોવાથી વારંવાર ટ્રાફિકજામની સમસ્‍યા સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે.
હાઈવે ચાર રસ્‍તા પાસે જે દર વર્ષે માર્ગની સપાટી તૂટી ખાડાઓ પડે છે તે લંબાઈ હાઈવે ઓથોરિટીમાં આવતી હોવાથી માર્ગ મકાન દ્વારા મરામત કરવામાં આવતી નથી અને બીજી તરફ હાઈવે ઓથોરીટી દ્વારા પણ ખાડા પૂરવામાં આવતા નથી માર્ગ મકાન દ્વારા હાઈવે ઓથોરીટી પર ઢોળી જવાબદારીમાંથી હાથ ખંખેરવામાં આવી રહ્યા છે. ત્‍યારે આ સ્‍થળ પર માર્ગના મરામતની જવાબદારી કોની? તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે.
હાઈવે ચાર રસ્‍તા પાસે માર્ગ મકાન અને હાઈવે ઓથોરીટી દ્વારા મરામત ન કરાતા ઘણીવાર સમરોલી આર્યા ગ્રુપના શ્રી કલ્‍પેશભાઈ પટેલ દ્વારા જીએસબી નાખી ખાડા પૂરવામાં આવતા હોય છે ત્‍યારે સરકારી તંત્રની કોઈ જવાબદારી નથી થતી કે શું ત્‍યારે આ અંગે સ્‍થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ રસદાખવી મરામત કરાવે તે જરૂરી છે.
માર્ગ મકાનના કાર્યપાલક એન્‍જિનિયર શ્રી નીલભાઈ નાયકના જણાવ્‍યાનુસાર ચીખલી હાઇવે ચાર રસ્‍તા પાસે ખાડાઓ પડયા છે તે વિસ્‍તાર અમને લાગતો નથી હાઇવે ઓથોરિટી ને લાગે છે.

Related posts

ચીખલી હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માતમાં હોન્‍ડના આધેડનું મોત

vartmanpravah

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

vartmanpravah

દાનહ સુરંગી ગામે સનાતન કંપનીમાં કોપર વાયરની ચોરીના ૬ આરોપીઓની ધરપકડ

vartmanpravah

ગણદેવી તાલુકામાં દેવધા ડેમના 40 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 13 જેટલા ગામોને એલર્ટ કરાયા

vartmanpravah

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દમણ-દીવમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો સખ્‍તાઈથી અમલ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર સૌરભ મિશ્રાનો નિર્દેશ

vartmanpravah

Leave a Comment