October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હિંમતનગરના આકોદરા ગામે આવેલ પરફેક્‍ટ સ્‍કૂલનો રૂા. 3,33,060 બાકી નીકળતો વેરો ભરપાઈ કરવા તલાટીએ નોટિસ પાઠવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.15: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ આકોદરા ગામની સીમમાં પરફેક્‍ટસ્‍કૂલનો પંચાયતી વેરો સ્‍કૂલના સંચાલકો દ્વારા ભરપાઈ નહીં કરતા અંતે આકોદરા ગ્રામ પંચાયતના તલાટીએ પરફેક્‍ટ સ્‍કૂલના સંચાલકને નોટિસ પાઠવી છે.
આકોદરા ગ્રામ પંચાયતે ગત વર્ષ અને ચાલુ વર્ષે કુલ રૂપિયા 3,33060 બાકી નીકળતો ગામ પંચાયતનો વેરો ભરી જવા માટે પરફેક્‍ટ સ્‍કૂલને જણાવ્‍યું છે,આ અંગે આકોદરા ગ્રામ પંચાયતના તલાટી અભિષેક પટેલે જણાવ્‍યું હતું કે આગામી સમયમાં પરફેક્‍ટ સ્‍કૂલ દ્વારા પંચાયતનો બાકી નીકળતો વેરો ભરવામાં નહીં આવે તો પરફેક્‍ટ સ્‍કૂલને આપવામાં આવતી પંચાયતી સેવાઓ બંધ કરી દેવામાં આવશે તેથી વિશેષ જરૂર જણાશે તો પંચાયતને મળેલી સત્તાના ભાગરૂપે પરફેક્‍ટ સ્‍કૂલ સીલ મારવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર છે.

Related posts

ચીખલીના સારવણી ગ્રામ પંચાયતના સરપંચ સામે ડેપ્‍યુટી સરપંચ સહિત તમામ વોર્ડ સભ્‍યો દ્વારા અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ પરિવહન અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે શાળા-કોલેજની પરિવહન સેવા અંગે જાગૃતિ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 31 પૈકી 29 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

ચીખલીના ટાંકલ ગામે ત્રણ કારના અકસ્‍માતમાં એક જ પરિવારના બે બાળકો સહિત પાંચનો આબાદ બચાવ

vartmanpravah

vartmanpravah

વાપી-પારડી વિસ્‍તારમાં અપરિપક્‍વ કેરી માર્કેટમાં ઠલવાતા ભાવો ગગડી ગયા

vartmanpravah

Leave a Comment