October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વણાંકબારા શ્રી વડી શેરી કોળી સમાજ નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.15: શ્રી વડી શેરી કોળી સમાજ વણાકબારાની વાર્ષિક મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. ગત વર્ષ 2022-23 ના બોટ તથા પિલાણી એસોસિયેશન અને સમાજની વિવિધ સંસ્‍થાનો વાર્ષિક પ્રવૃત્તિઓ અને તેનો હિસાબ આપવામાં આવ્‍યો, તથા આગામી વર્ષ 23-24 માટે વરણી કરવામાં આવી હતી. આયોજીત શ્રી વડી શેરી કોળી સમાજના શક્‍તિ ભવન સભાખંડમાં કરવામાં આવેલ હતું. સર્વાનુમતે શ્રી વડી શેરી કોળી સમાજના હોદેદારોની વરણી કરાઈ. જેમાં નવા પટેલ તરીકે શ્રી જીતેન્‍દ્રભાઈ કાનજી સોલંકી, મંત્રીશ્રી તરીકે શ્રી ઉમેશભાઈ છગન બારીયા, સહમંત્રીશ્રી તરીકે શ્રી તુલસીભાઈ જીવા બામણીયાની વરણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં શ્રી વડી શેરી કોળી સમાજના તમામ આગેવાનો શ્રી વડી શેરી કોળી સમાજની દરેક બેઠકના પટેલશ્રીઓ તેમજ બેઠકના મંત્રીશ્રી બોટ તેમજ પિલણી એસોસિયેશનના પ્રમુખશ્રીઓ હાજર રહ્યા હતા.

Related posts

વાપી કરવડ અને કોચરવામાં આગના બે બનાવ બન્‍યા

vartmanpravah

સરીગામની લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના “આઈડિયા ફેસ્ટ-૨૦૨૩”માં ૩૦૦થી વધુ વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચીંગ કરેલ ત્રણ યુવાનો ઝડપાયા : પોલીસે રૂા.1.18 લાખનો મુદ્દામાલ કબજે લીધો

vartmanpravah

ચીખલી પોલીસે આલીપોર પાસેથી રૂા.8.પ2 લાખનો દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રમાં રાષ્‍ટ્રીય ગણિત દિવસ-2022ની ઉજવણી

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને દમણની તમામ પંચાયતોએ આવકારી

vartmanpravah

Leave a Comment