April 26, 2024
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદીવસેલવાસ

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

  • સંભવતઃ પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી માટેનો વ્‍હીપ સાથેનો મેન્‍ડેટ જિલ્લા પંચાયતના ભાજપના સભ્‍યોને ગુરૂવારે પંચાયતોના સભાખંડોમાં જ અપાશે

  • દીવ જિ.પં.માં ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલ કોઈ સભ્‍ય નથી, પરંતુ દીવ જિલ્લાનું કોંગ્રેસ પદ છોડી ભાજપને સમર્થન કરનાર ઉમેશ રામા બામણિયા સહિત અન્‍ય બે પૈકી એક ઉપર પસંદગી ઢોળાવાની સંભાવના

  • દાનહ જિ.પં.માં ભાજપનું સંગઠન નબળુ હોવાથી ગ્રામ્‍ય વિસ્‍તારના સભ્‍યને તક આપી અજમાઈશ કરવી જરૂરી

  • ભાજપ હાઈકમાન્‍ડ દમણ માટે પ્રમુખ અને ઉપ પ્રમુખની પસંદગી માટે કેવી ‘નીતિ’ અને ‘શૈલી’ અપનાવે તે કળવી મુશ્‍કેલ..!

દાદરા નગર હવેલી અને દમણ તથા દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી આગામી તા.18મી મે ના ગુરૂવારના રોજ નિર્ધારિત છે. આવતી કાલ રાત સુધી હાઈકમાન્‍ડ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી ઉપર પોતાની મહોર મારી લેશે. સંભવતઃ પ્રત્‍યેક જિલ્લા પંચાયતના સભ્‍યોને વ્‍હીપ સાથેનો મેન્‍ડેટ સભાખંડમાં જ અપાશે.
દાદરા નગર હવેલી અને દીવ જિલ્લા પંચાયતમાં હવે પ્રમુખ તરીકે ‘પુરૂષ’ સભ્‍યનો ટર્ન હોવાથી ઘણાં સભ્‍યો તકનીઈંતેજારમાં છે. દીવ જિલ્લા પંચાયતમાં ભાજપના પ્રતિક હેઠળ ચૂંટાયેલા અને પહેલી ટર્મમાં ઉપ પ્રમુખનું પદ ભોગવી ચુકેલા શશીકાંત માવજી સભ્‍ય તરીકે ગેરલાયક ઠરેલા હોવાથી ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલ એક પણ પુરૂષ સભ્‍ય નથી. દીવ જિલ્લા પંચાયતના 8 સભ્‍યોના કદમાં એક સભ્‍ય ગેરલાયક હોવાથી 7 સભ્‍યો પૈકી એક પ્રમુખ અને એકની ઉપ પ્રમુખ તરીકે વરણી કરવાની રહેશે. હવે ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા 4 સભ્‍યો દીવ જિલ્લા પંચાયતમાં છે. જે પૈકી ચારે ચાર મહિલા સભ્‍યો છે. હવે પ્રમુખ તરીકે ‘પુરૂષ’ સભ્‍યનો ટર્ન હોવાથી અપક્ષ પૈકી કોઈ એકમાંથી પ્રમુખની વરણી કરવાની રહેશે.
દીવ જિલ્લા કોંગ્રેસનું પ્રમુખ પદ છોડી ભાજપને સમર્થન આપનાર અપક્ષ સભ્‍ય શ્રી ઉમેશ રામા બામણિયાની પસંદગી ભાજપ સંગઠન માટે એક કાંકરે અનેક શિકાર કરવા જેવી બની શકે છે. જો કે શ્રી ઉમેશ રામા બામણિયા સક્રિય રીતે ભાજપમાં નહીં આવે તે માટે જિલ્લા ભાજપના કેટલાક આગેવાનો પણ સક્રિય હોવાનું જાણવા મળે છે. શ્રી ઉમેશ રામા બામણિયા, શ્રી નાનજી બારિયા અથવા શ્રી રામજી ભીખા બામણિયા પૈકી કોઈ એક ઉપર ભાજપ હાઈકમાન્‍ડે કળશ ઢોળવો પડશે.
ઉપ પ્રમુખ તરીકે શ્રીમતી લક્ષ્મીબેન મોહનનું નામ અગ્રેસર છે, પરંતુ તેમના પતિ હાલમાં દીવ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે ખુબ જ સક્રિયકામગીરી બજાવી રહ્યા છે અને દીવ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પણ તેમની પસંદગી નિヘતિ હોવાનું મનાતા એક પરિવારમાં બે પદ નહીં આપવાની નીતિ અખત્‍યાર કરવામાં આવે તો શ્રીમતી લક્ષ્મીબેન મોહનનું પત્તુ કપાવાની સંભાવના છે. બીજી બાજુ હાલના પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણિયાને ઉપ પ્રમુખ તરીકે અખત્‍યાર સોંપી તેમના અનુભવનો લાભ લેવાની નીતિ પણ ભાજપ હાઈકમાન્‍ડ અપનાવી શકે છે.
દાદરા નગર હવેલીમાં ભાજપનું સંગઠન હાલમાં ખુબ જ નબળુ છે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં ભાજપની પકડ બનાવવી ખુબ જ જરૂરી છે. ત્‍યારે સંગઠન શક્‍તિ ધરાવતા ગ્રામ્‍ય વિસ્‍તારના જિલ્લા પંચાયત સભ્‍યને જિલ્લા પંચાયતની શાસન ધૂરા સોંપવી ભાજપ માટે હિતકર રહી શકે છે. જ્‍યારે ઉપ પ્રમુખ પદે સેલવાસની નજીકના વિસ્‍તાર ગણાતા મસાટ, દાદરા, નરોલી કે ખરડપાડાના મહિલા સભ્‍યને તક આપી તેમની શક્‍તિનો ઉપયોગ ભાજપ સંગઠનના વિસ્‍તરણમાં થઈ શકે છે.
દમણ જિલ્લા પંચાયતમાં કોઈ ઉહાપોહ નહીં કરવો હોય અને સીધી રીતે ગાડી હાંકવામાં આવે તો જિલ્લા પંચાયતની પ્રથમ ટર્મમાં પ્રમુખ બનેલા શ્રી બાબુભાઈ (વિકાસ) પટેલને ઉપ પ્રમુખ અને ઉપ પ્રમુખ બનેલા શ્રીમતી મૈત્રીબેન પટેલને પ્રમુખ તરીકે નિયુક્‍ત કરી હાઈકમાન્‍ડ એક સંદેશ આપી શકે છે.
જો કે, પ્રમુખ પદની યાદીમાં શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, શ્રીમતીવર્ષિકાબેન પટેલ, શ્રીમતી સુનિતાબેન હળપતિ, શ્રીમતી જાગૃતિબેન કલ્‍પેશ પટેલ, શ્રીમતી ગોદાવરીબેન પટેલ તથા શ્રીમતી રીનાબેન પટેલની પણ તેમના કામ કરવાની શૈલી અને પ્રભાવના આધારે પસંદગી કરી શકાય છે.
અત્‍યાર સુધી મોટી દમણ વિભાગને અન્‍યાય થતો રહ્યો છે, તેથી મગરવાડાના શ્રીમતી ગોદાવરીબેન પટેલ કે દમણવાડાના શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલની પસંદગી થઈ શકે છે. શ્રીમતી સુનિતાબેન હળપતિની વરણીથી સમગ્ર આદિવાસી સમાજને પણ એક સંદેશ ભાજપ દ્વારા આપી શકાય છે.
જો કે, બાંધકામ સમિતિના અધ્‍યક્ષ તરીકે શ્રીમતી રીનાબેન પટેલ, શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ તરીકે શ્રીમતી વર્ષિકાબેન પટેલની કામગીરી પણ ઘણી પ્રભાવશાળી રહી છે. શ્રીમતી જાગૃતિબેન કલ્‍પેશભાઈ પટેલે પ્રસિદ્ધિથી દૂર રહીને પણ પક્ષનું ઘણું કામ કર્યું છે. તેથી ભાજપ હાઈકમાન્‍ડ 2024ની લોકસભાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની પસંદગીમાં કેવી ‘નીતિ’ અને ‘શૈલી’ અપનાવે તે કળવું મુશ્‍કેલ છે…!

Related posts

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટ્રક ડ્રાઈવરોની સૂચિત હડતાળ મુદ્દે બેઠક મળી

vartmanpravah

દીવના ઘોઘલા બીચ ખાતે પર્યાવરણીય ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈઃ કચરાના રિસાયકલીંગ અને ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ કલા પ્રદર્શન યોજાયું

vartmanpravah

મોટી દમણ આંબાવાડી ખાતે મીટનાવાડના રામ મંદિરના દર્શનથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે પ્રચારના કર્યા શ્રીગણેશ

vartmanpravah

ધ્‍વજને આડા-અવળા ના ફેંકતા નોટીફાઈડ વાપી કલેકશન સેન્‍ટરને પહોંચાડવાની જાહેર અપીલ

vartmanpravah

દેશ વિદેશમાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળે તે માટે બાગાયત ખાતાની વિવિધ સહાયનો લાભ લેવા અનુરોધ

vartmanpravah

દાદરાથી ગેરકાયદેસર દારૂના જથ્‍થા સાથે એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment