September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કલસર બે માઈલ આગળથી પારડી પોલીસે રૂા.30,000 નો દારૂ ભરેલી રીક્ષા ઝડપી

પોલીસે અટકાવતા જ રીક્ષા ચાલક ખેપીઓ દારૂ ભરેલી રીક્ષા મૂકી ફરાર થયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16: પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન દમણથી એક પીયાગો રિક્ષામાં દારૂનો જથ્‍થો ભરી નીકળી હોવાની બાતમી મળતા તેઓએ કલસર બે માઈલ આગળ ઉદવાડા રેલવે સ્‍ટેશન જતા રોડ પર વોચ ગોઠવી હતી અને જે દરમિયાન બાતમીવાળી પીયાગો રિક્ષા નંબર જીજે 21 ડબલ્‍યુ 0011 આવતા અટકાવવાનો ઈશારો કરતા રીક્ષા ચાલકે રીક્ષા થોડી ધીમી કરી રિક્ષા ઉભી રાખી રીક્ષા ચાલક રીક્ષા મૂકી ઝાડી જંગલમાં ફરાર થઈ ગયો હતો અને આ રીક્ષાની પારડી પોલીસે તલાસી લેવામાં આવતા રીક્ષામાં અલગ અલગ બ્રાન્‍ડની વિદેશી દારૂની બોટલ નંગ 400 જેની કિંમત રૂપિયા 33,000 નો જથ્‍થો મળી આવતા પોલીસે રિક્ષાની કિંમત રૂા.40,000 અને દારૂ રૂા.33,000 મળી 73,000 મૂલ્‍યનો મુદ્દામાલ કબજે લઈ ભાગી છુટેલા રીક્ષા ચાલકને વોન્‍ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ મિટિંગ યોજાઈ

vartmanpravah

ડાભેલ ચેકપોસ્‍ટથી ઓડી કારમાં દારૂના જથ્‍થા સાથે છત્તીસગઢના ચાર વેપારી ઝડપાયા: ચારની અટક કરી કાર સાથે પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યા

vartmanpravah

ડેંગ્‍યુ નિવારણ અભિયાનમાં જનજાગૃતિ કરી રહેલા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ: દાનહ સ્‍કાઉટ ગાઈડની મુખ્‍ય ભૂમિકા માટે આપવામાં આવેલ તાલીમ

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્‍તિ સંગ્રામની સેનાપતિપદનો ભાર સંભાળતા રાજા વાકણકરના મનમાં કદાચ યોજનાના પ્રારંભિક વિચાર સાથે જ ગેરિલા યુદ્ધ પદ્ધતિનો ખ્‍યાલ રહ્યો હશે

vartmanpravah

ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્‍યાદાન

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ પ્રેરણા કાર્યક્રમ અંતર્ગત દાદરા નગર હવેલીના બે વિદ્યાર્થીઓ નવી દિલ્‍હી ખાતે આયોજિત 78મા સ્‍વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લેશે

vartmanpravah

Leave a Comment