September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં વડાપ્રધાનશ્રીના જન્‍મદિવસ પ્રસંગે બે દિવસીય યોગ શિબિર યોજાઈ

1 હજાર લોકોએ સામૂહિક સૂર્ય નમસ્‍કાર અને યોગાભ્‍યાસ ઉત્‍સાહપૂર્વક કર્યો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે વલસાડના મોગરાવાડી ખાતે સ્‍થિત પોલીસ હેડ કવાટર્સમાં પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. યોગ શિબિરનું ઉદઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ અને ધારાસભ્‍ય ભરતભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
તા.17 સપ્‍ટેમ્‍બરે વડાપ્રધાનશ્રીના જન્‍મદિવસ પ્રસંગે પારડી સ્‍વાધ્‍યાય મંડળ અને મગોદ શાંતિ આશ્રમના ઋષિ કુમારોએ સ્‍વસ્‍તિ વાંચન કર્યું હતું. યોગ બોર્ડની બહેનો દ્વારા યોગ નૃત્‍યનો રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો. વડાપ્રધાનશ્રી જ્‍યારે ધરમપુર અને કપરાડા તાલુકાના વિસ્‍તારોમાં સેવાના કાર્યો કરતા હતા ત્‍યારે તેમના સાથી મિત્ર ભગીરથભાઈ દેસાઈ તેમની સાથે જ રહેતા હતા. આ પ્રસંગે તેમણે નરેન્‍દ્રભાઈ મોદી સાથેના તે સમયના તેમના સંસ્‍મરણો વાગોળ્‍યા હતા. આ પ્રસંગે વલસાડના ભીડભંજન મહાદેવ મંદિરના કર્તાહર્તા શિવજી મહારાજ અને જિલ્લા સંગઠનમહામંત્રી કમલેશ પટેલે કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. આ પ્રસંગે યોગ બોર્ડના યોગકોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો અને સ્‍વામિનારાયણ મંદિરના વિદ્યાર્થીઓ તેમજ પોલીસ ખાતાના જવાનો મળી અંદાજે 1000 જેટલા લોકોએ સામૂહિક સૂર્ય નમસ્‍કાર અને યોગાભ્‍યાસ ઉત્‍સાહ પૂર્વક કર્યો હતો. બે દિવસીય યોગ શિબિરને સફળ બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા પણ જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

દેવકા કોલોની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં કડૈયા પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલના હસ્‍તે મધ્‍યાહન ભોજન રાશનકીટનું વિતરણ કરાયું

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિને રાષ્‍ટ્રપત્‍ની તરીકે સંબોધન કરનાર કોંગ્રેસના નેતા વિરુદ્ધ ઉગ્ર બનતું આંદોલન: પારડીમાં ભાજપ દ્વારા ગઈકાલે પૂતળા દહન કાર્યક્રમ બાદ આજરોજ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્‍યો

vartmanpravah

દાનહમાંથી સાંસદ પરિવારની ચાલતી ગુંડાગીર્દી, પરિવારવાદ, ભ્રષ્‍ટાચાર અને આતંકની રાજનીતિ હવે પૂર્ણઃ પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ મુંબઈની સુપ્રસિદ્ધ કોકિલાબેન હોસ્‍પિટલમાં શ્રી વિનોબા ભાવે અને દમણની નર્સિંગ કોલેજના 100 ટકા વિદ્યાર્થીઓને મળેલું પ્‍લેસમેન્‍ટ

vartmanpravah

દમણના ખારીવાડ ખાતે ઉલ્લાસનગર મહારાષ્‍ટ્રના વ્‍યક્‍તિની હત્‍યા કરાયેલી લાશ મળતાં ચકચાર

vartmanpravah

દાદરાના વાઘધરા નજીક દમણગંગા નદીમાં ફસાયેલ બે ગાયોને દાનહ ડિઝાસ્‍ટર-ફાયરની ટીમને સુરક્ષિત બહાર કાઢવા મળેલી સફળતા

vartmanpravah

Leave a Comment