October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના આમળી ગામમાં કાચા ઘરમાં આગ લાગતા ઘર બળીને ખાખ

મજૂરી કરી જીવન ગુજારતા પરિવારની જીવનભરની પુંજી બળી જતા
પરિવાર આવ્‍યો રસ્‍તા પર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: પારડીના આમળી બ્રાહ્મણ ફરિયા ખાતે ગણેશભાઈ સોમાભાઈ પટેલ પોતાની પત્‍ની અને દસ વર્ષના બાળક સાથે રહી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજરોજ ગણેશ ચતુર્થી હોય સમગ્ર પરિવાર પોતાનું કાચું ઘર બંધ કરી સવારે સાત વાગેની આસપાસ બાજુમાં ગણેશ સ્‍થાપનામાં ગયા હતા.
આ દરમિયાન આશરે 7 થી 8 ના સમય દરમિયાન ગણેશભાઈના ઘર બાજુ ફટાકડા જેવા ફૂટવાના અવાજ આવતા જઈને જોતા ગણેશભાઈના ઘરમાં આગ લાગી હતી. લાકડાનું કાચું લીપણ વારુ ઘર હોય જોતજોતામાં આ આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લેતા ઘરમાં રાખેલ લોટ, ચોખા, કપડા, ખાટલા, કબાટ જેવી તમામ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. એટલેથી જ નહિ અટકતા મજૂરી કરી ખૂબ સામાન્‍ય જીવન જીવી એમાંથી જ પા પા પૈસાબચાવી ભેગા કરેલ 50 થી 60 હજાર રૂપિયા તથા સોનાના ચેઇન, બુટ્ટી, વીટી જેવા ઘરેણા પણ બળી જતા આ ગરીબ પરિવાર રોડ પર આવી ગયો છે. અને હાલમાં એમની પાસે પહેરેલા કપડા સિવાય કશું જ બચ્‍યું નથી.
કહેવાય છે… આપેલું દાન વ્‍યર્થ જતું નથી. આપણે એક રૂપિયો દાન આપીએ તો ઉપરવાળો સો રૂપિયા પરત આપે છે.
આજે આ ગરીબ પરિવારને આવા જ કંઈક ફૂલ નહિ તો ફૂલની પાંખડીની જરૂર છે. આપણે સૌ આગળ આવી આ પરિવારને બનતી મદદ કરીએ જેથી આ પરિવાર બેઠો થાય અને ફરીથી મહેનત કરી પોતાની જીંદગી સ્‍વમાનભેર જીવી શકે.

Related posts

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

નરોલીઃ મોતને આમંત્રણ આપતું બાંધકામ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

દેહરી પંચાયતે એમ્‍બ્‍યુલન્‍સની ઉપલબ્‍ધ કરેલી સુવિધા અને પીવાના શુદ્ધ પાણી માટે આર ઓ પ્‍લાન્‍ટની કામગીરીનું કરેલું ખાતમુહૂર્ત : દેહરીવાસીઓમાં આનંદની લાગણી

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડના બદલી થયેલા ડી.આઈ.જી. અતુલ દાંડેકરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત : સ્‍મૃતિ ભેટ આપીપ્રશાસકશ્રીનું કરેલું અભિવાદન

vartmanpravah

Leave a Comment