આજે શુક્રવારે ઉદયમાન સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે છઠ્ઠ મહાપર્વનું થનારૂં સમાપન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : ઉત્તર ભારતીયોના ચાર દિવસીય મહાપર્વ છઠ્ઠ પૂજાનો આજે અસ્તાંચળના સૂર્યને અર્ઘ્ય આપી સમાપનનો આરંભ થયો હતો. આજે દમણના દરિયા કિનારે વિવિધ રંગીન વેશભૂષામાં હજારો ઉત્તર ભારતીયો જોડાયા હતા. જેમાં સમસ્ત દમણ ઉપરાંત વાપી, સેલવાસ, ભીલાડ, ઉદવાડા વગેરે વિસ્તારમાં રહેતા બિહાર, યુ.પી. સહિતના ઉત્તર ભારતીયો સામેલ થયા હતા.દમણમાં છઠ્ઠ વ્રતધારીઓ મોટી સંખ્યામાં પોતાના વાહનો સાથે આવતાં ટ્રાફિક પોલીસને વાહનવ્યવહાર સઘન કરતા ભારે અગવડતાનો પણ સામનો કરવા પડયો હતો. દમણ પોલીસે સમુદ્રના કિનારે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને લગાતાર સલામતિ અને સુરક્ષા પુરી પાડી હતી. દમણ પ્રશાસને પાણીની અંદર પણ પ્રશિક્ષિત જવાનો અને ડૂબકીમારોને અતિઆધુનિક બોટો તથા ઉપકરણો સાથે સાબદા રખાયા હતા. છઠ્ઠ વ્રતીઓ માટે ઘણી સંસ્થાઓએ પ્રકાશ વ્યવસ્થા તથા પોતાના સ્ટોલના માધ્યમથી ચા-પાણી અને અર્ઘ્ય માટે દૂધ વગેરેની સેવાઓ પણ આપી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયા, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પિયુષ પટેલ, શ્રી કલ્પેશ સીતારામ, શ્રી વિક્રમભાઈ હળપતિ, શ્રી અશોક પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આવતી કાલ તા.8મી નવેમ્બરના શુક્રવારે ઉદયમાન સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે છઠ્ઠ મહાપર્વનું સમાપન થશે. આજના છઠ્ઠ મહાપર્વ નિમિત્તે ઉત્તર ભારીય સેવા સંઘ, ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સેવા સમિતિ, ભારતીય તૈલીક શાહુ રાઠોડ મહાસભા, બિહાર મિત્ર મંડળ-દમણ વગેરેએ પોતાનું યોગદાન આપ્યું હતું. આ સંસ્થાના સંચાલકોમાં મુખ્યત્વે ઉત્તર ભારતીય સેવાસંઘથી શ્રી કૃપાશંકર રાય, શ્રી શિવાજી તિવારી, શ્રી મહેન્દ્ર દુબે, શ્રી અખિલેશ મિશ્રા, શ્રી અનિલ પાંડેય, શ્રી ધર્મેન્દ્ર તિવારી, ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સેવા સમિતિના શ્રી બળવંત યાદવ, શ્રી શાંતિભૂષણ મિશ્રા, બિહાર મિત્ર મંડળના શ્રી રામકુમાર, શ્રી શિવ કુમાર, શ્રી છોટુ ઝા, ઉત્તર ભારતીય સર્વ સમાજના શ્રી પારસ યાદવ, શ્રી સંજયસિંહ, શ્રી શંભુ શર્મા, શ્રી અશોક સિંહ, શ્રી રામશરણ, શ્રી રાજન, શ્રી ભરત, શ્રી ભારતીય તૈલી સમાજના શ્રી સંજય સાહ, શ્રી ઈન્દ્રભાન ગુપ્તા, શ્રી વિષ્ણુ ગુપ્તા, શ્રી શાંતિલાલ ગુપ્તા, શ્રી વિનોદ, શ્રી રવિ વગેરેએ પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.