April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવી લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પાસ કરી શુભ શરૂઆત કરતું ભાજપ

પારડી ભાજપ મહિલા મોરચાની બહેનોએ નારી શક્‍તિને સન્‍માન આપવા
બદલ દેશના વડાપ્રધાનનો માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: ભારત દેશની સંસ્‍કળતિ અને ભાતીગળનો સમાવેશ કરી એક વિશાળ નવી લોકસભાનું નિર્માણ કરવામાંઆવ્‍યું છે. આ નવીનતમ લોકસભાના પહેલા જ સત્રમાં મહિલા આરક્ષણ બિલ પાસ થતા સમગ્ર દેશની મહિલાઓએ ભાજપ તથા દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
નારી શક્‍તિ વંદન અધિનિયમ 2023 અંતર્ગત લોકસભા અને વિધાનસભામોં મહિલાઓને 33 ટકા અનામત બેઠકો અંગેનું બિલ આજરોજ નવી બનેલ લોકસભાના પ્રથમ સત્રમાં પાસ થતાં સમગ્ર દેશની મહિલાઓ ખુશીથી ઝુમી ઉઠી હતી.
પારડી શહેર ખાતે ઓવરબ્રિજની નીચે પારડી ભાજપ મહિલા મોરચાની બહેનોએ આ સંદર્ભે ભેગા થઈ નારી શક્‍તિને સન્‍માન આપવા બદલ દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો આભાર માન્‍યો હતો અને ભાજપ હંમેશા ભારતીય મહિલાઓ સાથે રહેતો હોવાનું જણાવ્‍યું હતું.
આજના આ કાર્યક્રમમાં નેહાબેન પટેલ, રીટાબેન પ્રજાપતિ, ફાલ્‍ગુનીબેન ભટ્ટ, સોનલબેન માલી, રૂપાબેન યાદવ, નીતાબેન બિન્‍દ્રા, અમિતાબેન ઓઝા વિગેરે બહેનો ઉપસ્‍થિત રહી આ મહિલા અનામત બિલ પાસ થવા બદલ વિવિધ સુત્રચારો કરી દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો આભાર માન્‍યો હતો. આ પ્રસંગે પારડી શહેર ભાજપ મહામંત્રી કેતન પ્રજાપતિ અને ઉપપ્રમુખ જીતેન્‍દ્ર ઓઝા તથા રણજીત પ્રજાપતિ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી આરઓબી-આરયુબીના કન્‍સ્‍ટ્રકશન માટે ખોદેલા ખાડામાં અંધારામાં બાઈક સવાર ખાબક્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વરસાદના પ્રારંભ સાથે ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા

vartmanpravah

વલસાડની ભદેલી મોટાફળીયા પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતાં બાળકોએ વિવિધ બાહ્ય પરીક્ષાઓમાં ઝળહળતો દેખાવ કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં આરટીઓ દ્વારા એક માસમાં નિયમનો ભંગ કરતા 1677 વાહનોને રૂ. 58 લાખનો દંડ ફટકારાયો

vartmanpravah

શ્રેષ્‍ઠ દમણવાડાના સર્જન માટે તમામના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરતા સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

રોવર રેંજર સભ્ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે ‘ભારત સ્કાઉટ ગાઈડ’દ્વારા દાનહ પ્રદેશ મુખ્યાલય ડોકમર્ડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment