Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજ એન.એન.એસ.ના વિદ્યાર્થીઓ ઝળકયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત એન.એન.એસ. યુનિટચાલે છે. આ યુનિટમાં સમાજના વિકાસ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. રાજ્‍ય કક્ષાની રાષ્‍ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી-2023 ના ભાગ રૂપે વી.એન.એસ.જી. યુનિવર્સિટી ખાતે સદર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ આંતરિક કૌશ્‍લ્‍યને બહાર લાવવા માટે યુનિવર્સિટી કક્ષાની વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં સદર કોલેજમાંથી પણ વિદ્યાર્થીઓએ વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં એક પાત્રીય અભિનયમાં શેલ્‍ડન નાશીલ્‍ત ફર્નાન્‍ડીસ (એફ.વાય.બી.કોમ.) દ્વિતીય સ્‍થાને અને ગીરસે કરણ અનીલસિંઘ (એફ.વાય.બી.કોમ.) તૃતીય સ્‍થાને રહી કોલેજનું નામ રોશન કર્યું હતું. આ વિદ્યાર્થીઓ હવે રાજ્‍ય કક્ષાએ યોજાનાર એન.એન.એસ.ની સ્‍પર્ધાઓમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતનું પ્રતિનિધિત્‍વ કરશે. આ વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું માર્ગદર્શન કોલેજના રસાયણ શાષાના મદદનીશ પ્રાધ્‍યાપક અને એન.એન.એસ. યુનિટના પ્રોગ્રામ કૉ-ઓર્ડીનેટર ડૉ.ખુશ્‍બુ બી. દેસાઈએ પૂરું પાડયું હતું. આમ કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે એન.એન.એસ.ના કૉ-ઓર્ડીનેટર, વિજેતા વિદ્યાર્થીઓનો આભાર વ્‍યક્‍ત કરી ભવિષ્‍યમાં પણ કોલેજનું નામ રોશન કરવા માટેશુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

વાપીની રોફેલ કોલેજ ખાતે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનું ગૌરવ

vartmanpravah

કપરાડા પોલીસે કતલખાને લઈ જવાતી 8 જરસી ગાય, ત્રણ વાછરડા ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

દાનહના સામરવરણીની એક ખાનગી શાળાના સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે આચરેલું દુષ્‍કર્મઃ બંને આરોપીઓની ધરપકડઃ 3 સપ્‍ટે. સુધી પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

‘રાષ્‍ટ્રીય આદિજાતિ રમત-ગમત મહોત્‍સવ-2023′ ભુવનેશ્વરમાં યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મોટા ચમરબંધીએ પણ કાયદાની મર્યાદામાં જ રહેવું પડે છે

vartmanpravah

Leave a Comment