August 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હરિયા હોસ્‍પિટલ પાસે કારમાં રૂપસુંદરી સાપ ભરાયો : બીજા દિવસે રેસ્‍ક્‍યુ કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી હરિયા હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં પાર્ક કરેલ આઈ-20 કારમાં રૂપસુંદરી નામનો સાપ ભરાઈ જતા દોડધામ મચી જવા પામી હતી.
વાપી હરિયા હોસ્‍પિટલમાં દર્દીને મળવા આવેલ મહિલાએ તેમની આઈ-20 કાર હોસ્‍પિટલના કમ્‍પાઉન્‍ડમાં પાર્ક કરી હતી. દર્દીને મળ્‍યા બાદ પરત ફરતા મહિલાએ ડેસ્‍કબોર્ડ ઉપર સાપ જોતા ગભરાઈ ગઈ હતી. તે પછી સાપ ડેશબોર્ડમાં ઘૂસી જતા બહાર કાઢવો મુશ્‍કેલ બની ગયેલ. ઘટનાની જાણ વાપી એનિમલ રેસ્‍ક્‍યુના વર્ધમાન શાહને કરવામાં આવતા ટીમ સાથે તેઓ દોડી આવ્‍યા હતા. સાચવીને કાર ગેરેજમાં લઈ જવામાં આવી હતી. ત્‍યારબાદ સિફતપૂર્વક રૂપસુંદરી સાપને બહાર કઢાયો હતો. આ સાપ ઝેરી હોતો નથી તે રેસ્‍ક્‍યુ ટીમ જાણતી હતી. અંતે સાપ બહાર કાઢયા બાદ કાર મહિલાને સોંપી દેવાઈ હતી.

Related posts

સેલવાસ કોર્ટ દ્વારા આરોપીને દોષી ઠરાવ્‍યો

vartmanpravah

…અને દાદરા નગર હવેલીના બહુમતિ આદિવાસીઓની બરબાદીનો આરંભ શરૂ થયો

vartmanpravah

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દાનહના સામરવરણી ગામમાં દિપડાએ એક ખેડૂતના કોઢારમાં બાંધેલ વાછરડા ઉપર કરેલો હૂમલોઃ ગ્રામજનોમાં ફફડાટ

vartmanpravah

એન કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડીબેટ યોજાઈ

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment