September 10, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી એકતા હોટલ સામે વેન્‍યુ કારમાંથી દારૂ ઝડપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.22: સેલવાસ ખાતેથી એક વેન્‍યુ કારમાં દારૂ ભરી સુરત તરફ જવા નેશનલ હાઈવેના માર્ગેથી પસાર થવાની હોવાની બાતમી પેટ્રોલીંગમાં ફરતા એલસીબીના પોલીસ કોન્‍સ્‍ટેબલ દશરથ ભરવાડ, વિવેક ગઢવી, અનેહેડ વિજય માધવરાવને મળતા પારડી એકતા હોટલ સામે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમી વાળી વેન્‍યુ કાર નં.જીજે-15-સીએમ-3389 આવતા તેને અટકાવી તલાશી લેતા કારમાં વિમલના થેલામાં અલગ અલગ બ્રાન્‍ડની વિદેશી દારૂની બોટલ નંગ 84 જેની કિં રૂા.54000 નો દારૂ મળી આવ્‍યો હતો. જેથી ચાલક રાજુ દેવરાજ ઉપાધ્‍યાય ઉ.વ.23 રહે.સેલવાસ મસાટ પોલીસ ચોકી પાછળ સ્‍પિં્રગ સિટી એકવા એ-802 ની ધરપકડ કરી હતી અને આ દારૂ હેરાફેરીમાં સંડોવાયેલા સેલવાસ નરોલી રોયલ બારમાં કામ કરતો અર્પિત ઉર્ફે કબીરસિંગ ધીરસિંગ તોમર રહે.નરોલી મોરી ફળિયા અને સુરત કડોદરાનો એક અન્‍ય ઈસમને મોબાઈલ નંબર આધારે વોન્‍ટેડ જાહેર કરી કાર અને દારૂ તેમજ એક મોબાઈલ ફોન લઈ કુલ રૂા.8,64,000 નો મુદ્દામાલ કબજે લઈ પારડી પોલીસ મથકે ગુન્‍હો નોંધવામાં આવ્‍યો છે.

Related posts

સ્‍વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 29 એપ્રિલ સુધી સ્‍વાગત સપ્તાહની ઉજવણી કરાશે

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા 15મી ઓગસ્‍ટે સ્‍વતંત્રતા દિન સમારંભ મોટી દમણ લાઈટ હાઉસ બીચ ખાતે યોજાશેઃ 9 વાગ્‍યે ધ્‍વજારોહણ

vartmanpravah

વાપી દેગામ મનોવિકાસ ટ્રસ્‍ટના દિવ્‍યાંગ બાળકો માટે જેટકો દ્વારા દિવ્‍યાંગ બસની ભેટ અપાઈ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

vartmanpravah

બિનહરિફ ચૂંટાયેલી વી.આઈ.એ.ની ઈ.સી. કમિટી મે મહિનામાં ચાર્જ સંભાળશે : નવી ટીમની રચના કરાશે

vartmanpravah

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપનીની મોટી હોનારતમાં એનજીટીનો હુકમ: મૃતકોને રૂા.20 લાખ અને ઈજાગ્રસ્‍તોને રૂા.10 લાખના વળતર ચુકવણીના આદેશથી પરિવારોને મળેલી આંશિક રાહતઃ જીપીસીબીને નોટિસની ફટકાર

vartmanpravah

Leave a Comment