Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી સાધારણ સભા યોજાઈ

સીઈટીપીની ક્ષમતામાં વધારો થશે : 55 એમ.એલ.ડી. પ્‍લાન્‍ટને 70 એમ.એલ.ડી. બનાવવા ઈ.સી. મળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી વાર્ષિક સાધારણ સભા શનિવારે વી.આઈ.એ. ઓડિટોરિયમમાં યોજાઈ હતી. જેમાં ઘણી સકારાત્‍મક કામગીરી અને નિર્ણયો લેવામાં આવ્‍યા છે. ખાસ કરીને એ.જી.એમ.માં 99 ઉદ્યોગકારોને ઈન્‍ફલુયન્‍સ છોડવાના મંજુરીપત્રો એનાયત થયા હતા. તેમજ સી.ઈ.ટી.પી.ની ક્ષમતાનો વધારો થશે તેવા સંકેત ઉજાગર થયા છે. હાલના 55 એમ.એલ.ડી. પ્‍લાન્‍ટને 70 એમ.એલ.ડી. ક્ષમતા વાળોપ્‍લાન્‍ટ બનાવવાની ઈ.સી. મળી ગઈ છે. નીરોના રિપોર્ટ બાદ એક્‍સ્‍પાનશન પ્રક્રિયા શરૂ થશે. આ માટે 10 કરોડની ફાળવણી થઈ ચૂકી છે.
26મી વાર્ષિક સાધારણ સભામાં રાજ્‍ય સરકારના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની ખાસ ઉપસ્‍થિતિ હતી. વી.સી.એમ.ડી. રાહુલ ગુપ્તા અધ્‍યક્ષ સ્‍થાને એ.જી.એમ. યોજાઈ હતી. જેમાં ગ્રીન એન્‍વાયરો દ્વારા ચાલી રહેલી કામગીરીનો ચિતાર આપવામાં આવ્‍યો હતો. વર્તમાન ડીરેક્‍ટર સુરેશ પટેલ, વી.આઈ.એ. ઉપ પ્રમુખ મગન સાવલીયા, સેક્રેટરી કલ્‍પેશ વોરા અને સુનિલ અગ્રવાલને વધુ બે વર્ષ 2025 સુધી ડીરેક્‍ટર તરીકે રિપિટ કરાયા હતા. એ.જી.એમ.માં ગ્રીન એન્‍વાયરોના પદાધિકારીઓ વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, નોટિફાઈડ ચેરમેન હેમંત પટેલ, ઉદ્યોગપતિ સાંન્‍દ્રાબેન શ્રોફ, એ.કે. પટેલ, મિલન દેસાઈ, યોગેશ કાબરીયા ઉપસ્‍થિત રહ્યા હતા. વી.સી.એમ.ડી. રાહુલ ગુપ્તા ચેરમેનએ ગ્રીન એન્‍વાયરો બે દિવસનું રોકાણ કર્યું છે. તેમણે પડતર પ્રશ્નો તથા વી.આઈ.એ. દ્વારા તૈયાર થનાર સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ જગ્‍યા, નવી સોલિડ વેસ્‍ટ સાઈડ, સી.ઈ.ટી.પી. અને મુક્‍તિ ધામ જેવા સ્‍થળોની મુલાકાત લીધી હતી.

Related posts

જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા મમતા દિવસની મુલાકાત

vartmanpravah

દમણની બદલાઈ રહેલી શકલ અને સૂરતઃ કચીગામ ચાર રસ્‍તાથી પટલારા બ્રિજ સુધી લાગેલા ડેકોરેટિવ પોલ અને લાઈટથી બદલાયેલો નઝારો

vartmanpravah

દાનહ પોલીસે મારામારી અને હત્‍યાનો પ્રયાસ કરનાર ચાર આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઓરા દ્વારા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી થઈ

vartmanpravah

કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા લોક સહયોગ જરૂરી

vartmanpravah

ધરમપુર ખાતે સાંસદ ડો.કે.સી.પટેલની અધ્‍યક્ષતામાં ભાજપના સુશાસન સપ્‍તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: આદિજાતિના ૫૩૯ લાભાર્થીઓને રૂ.૩.૩૪ કરોડની યોજનકીય સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment