Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

પારડીના તમામ સાતવોર્ડમાં પુષ્‍પાંજલિ તથા વક્‍તવ્‍ય દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિની ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25: પંડિત દિન દયાળ ઉપાધ્‍યાય એટલે ભારતીય જનસંઘના બીજા ક્રમના નેતા 25 સપ્‍ટેમ્‍બર 1916 માં જન્‍મી એમ એડ સુધીનો અભ્‍યાસ કર્યો હોવા છતાં પહેલેથી જ ભારતીય વિચારક સમાજસેવક અને રાજકારણમાં રસ હોય શરૂઆતમાં તેઓ આરએસએસ સાથે જોડાયા અને આજીવન સંઘના પ્રચારક રહ્યા હતા. 1951માં શ્‍યામાપ્રસાદ મુખરજીએ ભારતીય જનસંઘની સ્‍થાપના કરી ત્‍યારે બીજા ક્રમના નેતા તરીકે તેમની વરણી કરવામાં આવી અને શ્‍યામાપ્રસાદના મૃત્‍યુ બાદ જનસંઘની સંપૂર્ણ જવાબદારી પંડિત દિનદયાળ ઉપાધ્‍યાય સંભાળી અને ત્‍યારબાદ ભારતીય જનતા પાર્ટીની સ્‍થાપના કરવામાં આવી હતી.
આમ જનસંઘના સ્‍થાપક એવા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયની આજરોજ જન્‍મ જયંતી હોય વલસાડ જિલ્લા ભાજપની સૂચના અનુસાર પારડી ભાજપ દ્વારા પારડી શહેરના તમામ સાત શક્‍તિ કેન્‍દ્ર પર એમના વિશે વક્‍તવ્‍ય આપી પુષ્‍પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જેમા (1) વૉર્ડ નંબર એક સવારે 10 કલાકે બાલાખાડી ગણેશ મંડપ પાસે, (2) વૉર્ડ નંબર બે સવારે 11 કલાકે સ્‍વાધ્‍યાય મંડળ ગમન ભાઈનાં ઘર પાસે, (3) વૉર્ડ નંબર ત્રણ સવારે 11/30 કલાકે કુંભારવાડ ચંડિકા માતાનાં મંદિર પાસે, (4) વૉર્ડ નંબર ચાર બપોરે 12 કલાકે વાલ્‍મીકિ વાસ ચિવલ રોડ, (5) વૉર્ડ નંબર પાંચ સાંજે પાંચ કલાકે કંસારવાડ યૂસુફ વાડીવાલા નાં ઘર પાસે, (6) વૉર્ડ નંબર છ સાંજે સાડા પાંચ કલાકે સાઇ સંગ્રીલા સોસાયટીમાં, (7) વૉર્ડ નંબર સાત સાંજે છ કલાકે ભેસ્‍લાંપાડ સાઈ મંદિર પાસે રાખવામાં આવેલ કાર્યક્રમમાં પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, મહામંત્રી કેતન પ્રજાપતિ, કિરણ પટેલ, સંગીતા પટેલ, રાજન ભટ્ટ, ગમનભાઈ, રીટા પ્રજાપતિ, રણજીત પ્રજાપતિ, ઉમેશ પટેલ સહિત મોટી સંખ્‍યામાં ભાજપના દરેક વોર્ડના કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી તાલુકા સેવા સદનમાં રેવન્‍યુના કર્મચારીઓ પડતર માંગણીઓના ઉકેલની માંગ સાથે માસ સીએલ પર જતા અરજદારો અટવાયા

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

vartmanpravah

દીવ કોલેજના સિધ્‍ધિ બારીયાએ દિલ્‍હી ખાતે ગણતંત્ર દિવસ પર એન.એસ.એસ પાર્ટુન કમાન્‍ડીગ રાષ્‍ટ્રીય સ્‍તરે કરતા દીવના વિવિધ સ્‍થળોએ સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

આજે દમણ જિ.પં.ના પ્રમુખની ચૂંટણી : છેવટે નવિનભાઈ પટેલના નસીબ આડેનું પાંદડું હટે એવી સંભાવના

vartmanpravah

કુકેરી અને સુરખાઈમાં આયુષ્‍માન ભારત હેલ્‍થ અને વેલનેસ સેન્‍ટરના મકાનો જર્જરિત બનતા દર્દીઓ અને કર્મચારીઓને જીવનું જોખમ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છગ્રહ’ અંતર્ગત: દમણની વિવિધ પંચાયતોમાં સરકારી ઈમારતોની સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

Leave a Comment