Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મહારાષ્‍ટ્ર મિત્રમંડળ ગણેશ મહોત્‍સવમાં યોજેલ રંગોળી સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલની વિદ્યાર્થીની વિજેતા

11 શાળાના 75 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ગણેશોત્‍સવ અંતર્ગત મહારાષ્‍ટ્ર મિત્ર મંડળ દ્વારા રંગોળી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં વાપીની 11 જેટલી શાળાઓના 75 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. સ્‍પર્ધાનો વિષય ચંદ્રયાન-3 રાખવામાં આવ્‍યો હતો. જેમાં વાપીની શ્રી એલ.જી. હરિયા મલ્‍ટિપર્પઝ સ્‍કૂલની ધોરણ દસની વિદ્યાર્થીની મિરલ સભાયાએ બીજુ સ્‍થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. શાળાના મેનેજમેન્‍ટ અને આચાર્યા શ્રીમતી બિન્નીપૌલે શાળા પરિવાર વતી વિદ્યાર્તીનીએ મેળવેલ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્‍યા તેમજ માર્ગદર્શક શિક્ષકો મિતુલ પટેલ અને રંગેશ કંસારાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડની શાકમાર્કેટનાં પ્રશ્ને લોકદરબાર બોલાવવાની કલેકટર સમક્ષ માંગણી

vartmanpravah

વાપી નોટિફાઈડ બોર્ડની રચનાના ચક્રો ગતિમાન થયાઃ આગામી બેઠકમાં ચેરમેન સહિતના નામો જાહેર થશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચથી વધુ નોંધાયેલો વરસાદ

vartmanpravah

વલવાડા ખાતે મંત્રી કનુભાઈ દેસાઈએ શાળાની બિલ્‍ડીંગ અને હોલનું કરેલું લોકાર્પણ

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરનું કરેલું લોકાર્પણ

vartmanpravah

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે વલસાડ જિલ્લાની ઉડતી મુલાકાત લઈ જિલ્લા વહીવટીતંત્ર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી

vartmanpravah

Leave a Comment