Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ધરમપુર ખાતે ALL INDIA OPEN KARATE CHAMPIONSHIP કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ હાઈસ્‍કૂલ, માલનપાડા, ધરમપુર ખાતે ALL INDIA OPEN KARATE CHAMPIONSHIP 2023 નું આયોજન આર્મર માર્શલ આર્ટ્‍સ ગુજજુ કરાટે એસોસિયેશન સેલ્‍ફ ડિફેન્‍સ કરાટે એસોસિએશન ઓફ વલસાડના ફાઉન્‍દર કયોશી મનોજ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં અનેક સ્‍ટુડન્‍ટોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્‍ટમાં કરાટેવીરોએ કાટા અને કુમિટેમાં ભાગ લઈ ઞ્‍બ્‍ન્‍ઝ, લ્‍ત્‍ન્‍સ્‍ચ્‍ય્‍ અને ગ્‍ય્‍બ્‍ફક્ષ્ચ્‍ મેડલ જીતી ટુર્નામેન્‍ટને સફળ બનાવી હતી.
જેમાં ધરમપુર તાલુકાના આદિવાસી સમાજમાંથી આવતા મોટી ઢોલડુંગરી ગામના સરપંચશ્રી સુનિતા પટેલનો દીકરો રુદ્રવ પટેલએ પણ ભાગ લીધો હતો અને રુદ્રવ પટેલએ કુમિટેમાં ગોલ્‍ડ મેડલ અને કાતામાં સિલ્‍વર મેડલ મેળવ્‍યો હતો અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું હતું.
રુદ્રવ પટેલ હેતાર્થ જીત કુને ડો એકેડેમી વલસાડ ખાતે સંદીપ શર્મા પાસે ટ્રેનિંગ લઈ રહ્યો હોય જેથી ગોલ્‍ડ અને સિલ્‍વર મેડલ જીત્‍યા બાદ રુદ્રવ પટેલએ સંદીપ શર્માનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈઃ

vartmanpravah

વલસાડમાં યુવતિએ પોલીસ સ્‍ટેશનમાં આત્‍મહત્‍યા કરવાની ચિમકી આપી

vartmanpravah

વલસાડના પારનેરામાં રામ નવમી નિમિત્તે નિકળેલી ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, આઝાદી કા અમૃત મહોત્‍સવ, સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જયંતિ અને રાષ્‍ટ્રીય યુવા દિવસ અંતર્ગત દીવ કોલેજના સ્‍વયંસેવકો દ્વારા થેલેસેમિયા જાગરૂક્‍તા શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારમાં વરસાદ ઘટયા બાદ ઠેર ઠેર વિનાશ-તબાહીના દૃશ્‍યો

vartmanpravah

Leave a Comment