Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવને સો ટકા સાક્ષર બનાવવા શરૂ થઈ કવાયતઃ શિક્ષણ વિભાગે મિશન મોડમાં શરૂ કરેલું અભિયાન

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ દાનહ, દમણ અને દીવમાં ભારતસરકારના ‘નવભારત સાક્ષરતા’ કાર્યક્રમ અંતર્ગત ફેબ્રુઆરીમાં યોજાનારી બુનિયાદી સાક્ષરતા પરીક્ષામાં પ્રદેશને પૂર્ણ સાક્ષર બનાવવાનું રાખવામાં આવેલું લક્ષ્યાંક

  • ‘નવભારત સાક્ષરતા’ અભિયાનના કાર્યક્રમમાં પ્રથમ ચરણમાં શિક્ષકો અને સ્‍વયંસેવી વિદ્યાર્થીઓએ દાનહ જિલ્લાના લગભગ 4000 ગેરસાક્ષર લોકોને આપેલું પાયાનું શિક્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : ભારત સરકારના ‘નવભારત સાક્ષરતા’ કાર્યક્રમ અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવથી નિરક્ષરતાને નાબૂદ કરવા માટે સાક્ષરતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સાક્ષર બનાવવાની પ્રશાસનિક પહેલને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવને સો ટકા સાક્ષર બનાવવા માટે આપેલા જરૂરી માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ સંઘપ્રદેશ પ્રશાસને ‘નવભારત સાક્ષરતા’ અભિયાનના પહેલાં ચરણમાં હાઈસ્‍કૂલના શિક્ષકો અને સ્‍વયંસેવી વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લાના લગભગ 4000 ગેર સાક્ષર લોકોને પાયાનું શિક્ષણ આપવામાં આવ્‍યું છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓની ટૂકડી બનાવી વિવિધ પાડા, ફળિયામાં જઈ લોકોને વાંચતા, લખતાં શિખવાડયું છે. ગત રવિવારે દાનહ જિલ્લાના 151 કેન્‍દ્રો ઉપર બુનિયાદીસાક્ષરતા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 15 વર્ષથી વધુ ઉંમરના નવ સાક્ષરોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.
‘નવભારત સાક્ષરતા’ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ પંચાયતોમાં ગેર સાક્ષરોને પાયાનું શિક્ષણ આપવા માટે ચલાવવામાં આવી રહેલા આ અભિયાનમાં વિવિધ વિદ્યાલયોના પ્રાચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. એન.એસ.એસ.ના સ્‍વયંસેવકોએ પણ આ અભિયાનમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
ભારત સરકારના દિશા-નિર્દેશ મુજબ આગામી ફેબ્રુઆરી માસમાં આયોજીત થનારી બુનિયાદી સાક્ષરતા પરીક્ષાના માધ્‍યમથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને સંપૂર્ણ સાક્ષર બનાવવાનું લક્ષ રાખવામાં આવ્‍યું છે. ત્રણેય જિલ્લામાં નિરક્ષરતાનું પ્રમાણ શૂન્‍ય રહે તેને પ્રાથમિકતા આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, ‘નવભારત સાક્ષરતા’ કાર્યક્રમનો ઉદ્દેશ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમર વર્ગમાં ગેરસાક્ષર લોકોની વચ્‍ચે સાક્ષરતા વધારવામાં સહાયતા કરવાનો છે. આ ક્રમમાં દાનહ જિલ્લામાં વિવિધ કેન્‍દ્રો ઉપર બુનિયાદી સાક્ષરતા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પરીક્ષાનું આયોજન શિક્ષણ સચિવ અને શિક્ષણ નિર્દેશકની દેખરેખમાં કરાયું હતું. આઆયોજનમાં ‘નવભારત સાક્ષરતા’ના નોડલ અધિકારી શ્રી અનિલ ભોયા અને જિલ્લા પ્રશિક્ષણ સંસ્‍થાના શ્રી ઉત્તમ મદને વિશેષ યોગદાન આપ્‍યું હતું.

Related posts

તે સમયે દાનહના સત્તાધારી રાજકારણીઓએ થોડી શાણપણ વાપરી ખેડૂત માલિકોની ઉદ્યોગોમાં ભાગીદારી સુનિશ્ચિત કરી હોત તો આજે આદિવાસીઓની હાલતમાં જમીન-આસમાનનું અંતર આવ્‍યું હોત..!

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલ સીપી દિલ્‍હી કપ ટી-ર0 ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં રનર્સ અપ બનેલી થ્રીડીની પોલીસ ટીમને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલા અભિનંદન

vartmanpravah

વિકાસનો આધાર સ્‍તંભ શિક્ષણ : ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ

vartmanpravah

દાનહ જિ.પં.ને ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’માં ફાઈવસ્‍ટાર કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાએ મળેલો પ્રથમ ક્રમ

vartmanpravah

વલસાડમાં નિઃશુલ્‍ક લિંબ-કેલીપર્સ અને ફ્રી કાર્ડીયાર્ક કેમ્‍પ

vartmanpravah

મગરવાડા GROUP ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડી, બાવરી ફળીયા ખાતે દિવસ ચૌપાલ યોજાઈ

vartmanpravah

Leave a Comment