September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.25: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લામાં સાર્વજનિક તથા ઘરે ઘરે ગણપતિ બાપ્‍પાની સ્‍થાપના કરવામાં આવી હતી. લોકો માનતા પ્રમાણે દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ તથા સાત દિવસના ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું. આજે દીવ જિલ્લાના સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન વાજતે ગાજતે અને ધામધૂમથી કરવામાં આવ્‍યું હતું. વિસર્જન દરમિયાન ગણપતિ બાપ્‍પા મોરિયા તથા અગલે બરસ તુ જલ્‍દી આના થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્‍યું હતું. વિસર્જન પહેલાગણપતિ બાપ્‍પાની આરતી તથા પૂજા અર્ચના કરી, અને દરિયામાં વિસર્જન કર્યું લોકોની આંખ નમ જોવા મળી હતી. દરિયા કિનારે જેટી પર દીવ પ્રશાસન દ્વારા ફાયર બ્રિગેડના જવાનો તથા સ્‍થાનિક માછીમારો સ્‍વયં સેવક તરીકે ઉપસ્‍થિત રહી લોકોને વિસર્જન માટે મદદરૂપ બન્‍યા હતા.

Related posts

સેલવાસ પોલીસ ચોકીમાં કાર્યરત હોમગાર્ડે ચોરીનો પ્રયાસ કરનારને રોક્યા

vartmanpravah

સેલવાસમાં 6 એમ એમ વરસાદ પડયો

vartmanpravah

જેસીઆઈ વાપી દ્વારા વિલફુલ વેન્‍ડ્‍સેડે સફળતા પૂર્વક ઉજવણી

vartmanpravah

વાપી બલીઠા રેલવે ઓવરબ્રિજ ઉપર ગડર મુકવાની કામગીરી શરૂ : ટુક સમયમાં બ્રિજ કાર્યરત થશે

vartmanpravah

દમણના સોમનાથ ઔદ્યોગિક વિસ્‍તારમાંથી એક ટેન્‍કર સહિત રૂા.24 લાખના દારૂ બિયરના મુદ્દામાલને જપ્ત કરવા દમણ પોલીસને મળેલી સફળતા

vartmanpravah

વાપી રોફેલ-રોટરી કલબ દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના જન્‍મદિનની ઉજવણી રક્‍તદાન કેમ્‍પ સાથે કરી

vartmanpravah

Leave a Comment