October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં આયોજીત થનાર હંગામી ફટાકડા બજારનો ઓરિએન્‍ટલ વિમા કંપનીએ વિમાની ના પાડતા કલેક્‍ટરમાં રજૂઆત

ફટાકડા વેપારીઓની સ્‍થિતિ કફોડી : અન્‍ય વિમા કંપની આગળ આવે
તેવી રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: દિવાળી નજીક આવતી હોવાથી ફટાકડાના વેપારીઓની હિલચાલ શરૂ થઈ ગઈ છે પરંતુ આ વર્ષે નવી મુસીબત સામે આવી છે. હંગામી ફટાકડા બજાર વલસાડમાં ચાલુ કરવામાટે વેપારીઓએ ઓરિએન્‍ટલ વિમા કંપની પાસે વિમો ઉતારવા ગયા ત્‍યારે કંપનીએ વિમો ઉતારવાની ના પાડી દેતા ફટાકડા વેપારીઓની હાલત કફોડી થવા પામી છે.
વલસાડમાં હંગામી ફટાકડા બજાર એસોસિએશનને ઓરિએન્‍ટલ ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીને વિમા ઉતારવાની ના પાડી દીધા બાદ વેપારીઓ અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનના પ્રદેશ ઉપ પ્રમુખ વિજયકુમાર ગોયલને આ મામલે રજૂઆત કરી હતી તેથી ગોયલે વલસાડ કલેક્‍ટરને લેખિત રજૂઆત કરી માંગણી કરી છે કે ઓરિએન્‍ટલ વિમા કંપની હંગામી ફટાકડા બજારનો વિમો ના ઉતારતી હોય તો અન્‍ય કંપની વિમો ઉતારે તેવી વ્‍યવસ્‍થા સાથે ફટાકડાના વેપારીઓ સાથે મિટીંગ કરી મદદરૂપ થવાની વિજય ગોયલએ કલેક્‍ટરને લેખિત રજૂઆત કરી છે કે, કંપનીઓ આવું જડ વલણ અપનાવી શકે નહીં તેવું જણાવ્‍યું હતું.

Related posts

ડુંગરા પોલીસે 1 વર્ષથી પેરોલ પરથી એન.ડી.પી.એસ. ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડયો

vartmanpravah

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

ચીખલીના ખૂંધમાં પારસી સમાજનું અંતિમક્રિયા માટેના ‘ડખમુ’ નો છેલ્લા 40 કરતા વધુ વર્ષથી ઉપયોગ બંધ

vartmanpravah

ધરમપુર માલનપાડામાં ગેસ લાઈન લિકેજ બાદ બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને 2 જૂને અનામત બેઠકોનો ડ્રો થશે

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દમણઃ કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘બેટી સુરક્ષા-બેટી શિક્ષા’ વિષય ઉપર યોજાયેલો સ્‍વ જાગૃતિ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment