September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઈન્‍ડિયન બેંકનો આસિસ્‍ટન મેનેજર એ.ટી.એમ.માંથી રૂા.15.26 લાખની ઉચાપત કરતા ઝડપાયો

સેલવાસના આલોકકુમાર વિરૂધ્‍ધ નોંધાયેલ ફરિયાદ બાદ ધરપકડ થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપીની ઈન્‍ડિયન બેંકમાં આસિસ્‍ટન મેનેજરને એ.ટી.એમ.ની સંભાળ રાખવાની ફરજ સોંપાઈ હતી તે દરમિયાન અલગ અલગ સમયે એ.ટી.એમ.માંથી રૂપિયા 15.26 લાખની ઉચાપત કર્યાનું તપાસમાં બહાર આવતા ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સેલવાસમાં રહેતો આ લોકકુમાર સિંહ વાપી ઈન્‍ડિયન બેંકમાં આસિસ્‍ટન મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. બેંકએ એ.ટી.એમ.ની સંભાળ રાખવાની ફરજ સોંપી હતી. તેમજ પાસવર્ડ પણ તેને આપવામાં આવ્‍યા હતા. થોડા સમય બાદ બેંક મેનેજર દિલીપકુમાર મિશ્રાએ એ.ટી.એમ.નો હિસાબ ચેક કરતા બરાબર જણાયેલો નહી તેથી બેંકના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરવામાં આવ્‍યા હતા. તેમાં આલોક કુમાર એ.ટી.એમ.માંથી પૈસા કાઢતો જણાયેલ તેથી મેનેજરએ હિસાબ કરતા કેશમાંથી રૂા.15.26 ની ઉચાપત થયેલી જણાતા મેનેજરે ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી આલોકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગણદેવી નગરપાલિકા ખાતે રૂા.42.43 લાખના ખર્ચે તૈયાર થયેલા વોક-વેનું આજે લોકાર્પણ

vartmanpravah

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષા ઊજવણી વલસાડ ખાતે

vartmanpravah

દાનહઃ ‘સર્વ આદિવાસી સમાજ’ દ્વારા વાંસદાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવ્‍યું તિથિભોજન

vartmanpravah

હિંમતનગરના આકોદરા ગામે આવેલ પરફેક્‍ટ સ્‍કૂલનો રૂા. 3,33,060 બાકી નીકળતો વેરો ભરપાઈ કરવા તલાટીએ નોટિસ પાઠવી

vartmanpravah

પારડીમાં ધામધૂમથી થઈ તુલસી વિવાહની ઉજવણી

vartmanpravah

દમણ-દીવના સાંસદ તરીકે ઉમેશભાઈ પટેલના 200 દિવસ પૂર્ણઃ વાયદાઓ ઠેરના ઠેર

vartmanpravah

Leave a Comment