Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પીપલગભાણની ખરેરા નદીમાં ડૂબી જવાથી ૧૧ વર્ષીય બાળકનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના પીપલગભણ ગામેથી પસાર થતી ખરેરા નદીમાં નાહવા માટે ગયેલ 11 વર્ષીય બાળકનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજતા પંથકમાં ભારે ગમગીની ફેલાઈ જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના પીપલગભણ ગામના મટકી ફળીયા ખાતે રહેતા ધનસુખભાઈ કાંતુભાઈ નાયકા પટેલ (ઉ.વ.આ.35) એ ચીખલી પોલીસ મથકે આપેલ ફરિયાદ અનુસાર એમનો મોટો દીકરો પ્રિન્‍સ (ઉ.વ.આ-11) જે સોમવારની બપોરના એકાદ વાગ્‍યાના સમયે ગામના અન્‍ય 10 થી 12 જેટલા છોકરા સાથે ગામમાંથી પસાર થતી ખરેરા નદી ખાતે નાહવા માટે ગયો હતો. દરમ્‍યાન અન્‍ય છોકરો ત્રણેક વાગ્‍યાના સુમારે પરત ઘરે આવી ગયા પરંતુ પ્રિન્‍સ પરત ઘરે ન આવતા પરિવારજનોએ જેની શોધખોળ આદરતા ગામમાંથી પસાર થતી ખરેરાનદીમાંથી જેની લાશ મળી આવતા પોલીસે લાશનો કબ્‍જો લઈ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. બનાવની વધુ તપાસ પીએસઆઈ જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

ચીખલી કાંગવઈના ખેતરમાં દીપડો ફરતો હોવાનો વીડિયો વાયરલ થતાં વન વિભાગે પાંજરૂ ગોઠવવાની હાથ ધરેલી તજવીજ

vartmanpravah

દાનહના ખાનવેલમાં લોકોના પ્રચંડ ઉત્‍સાહ, ઉમંગ અને હાજરી સાથે 77મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી સંપન્ન

vartmanpravah

પહેલા જ વરસાદે વાપી ચણોદ કોલોનીને મળેલી ભેટ : આંતરિક રસ્‍તાઓ બેહાલ બન્‍યા

vartmanpravah

કપરાડા તાલુકામાં મોટા ચેકડેમ બનાવવાની યોજના અમલમાં આવશે : ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરી

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણના સંઘપ્રદેશના ત્રિ-દિવસીય પ્રવાસનો આરંભ

vartmanpravah

સામુહિક બદલીના દોરમાં વલસાડ, ચીખલી, નવસારી, ગણદેવીના ટીડીઓની બદલી

vartmanpravah

Leave a Comment