Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ: તા. 27મી સપ્‍ટેમ્‍બરના રોજ બે દાયકા સફળતાપૂર્વક પૂર્ણ

બે દાયકાની સફળતાની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લાના વાપી ઓદ્યોગિક વસાહતના ઉદ્યોગકારોનો વાયબ્રન્‍ટ ગુજરાતના વિકાસમાં યશીસ્‍વી ફાળો

જિલ્લામાં 724 એમ.ઓ.યુ. થયાઃ- 17000 લોકોને રોજગારી આપવામાં આવી રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શનમાં વાપી જીઆઈડીસીનો ઉત્તરોતર વિકાસ થઈ રહ્યો છેઃ વીઆઈએ સતિષભાઈ પટેલ

(સંકલન : અક્ષય દેસાઈ)
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: ગુજરાતમાં વાયબ્રન્‍ટ સમિટના બે દશકા વિકાસ ક્ષેત્રે વૈશ્વિક હરણફાળ ભરી છે. વિશ્વના ઉદ્યોગોએ ગુજરાતના દ્વાર ખખડાવ્‍યા છે. આજે ગુજરાત વિકાસના મોડેલ તરીકે વિશ્વભરમાં ઊભરી આવ્‍યો છે. જેનો યશ તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને જાય છે.
ગુજરાત સરકારના મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે દેશ-વિદેશમાંથી રોકાણકારોને ગુજરાત રાજ્‍યમાં તેમના ઉદ્યોગો સ્‍થાપવા માટે રોકાણકારોને આકર્ષવા માટે વર્ષ-2003માં 27મી સપ્‍ટેમ્‍બરના રોજ વાયબ્રન્‍ટ ગુજરાત સમિટની શૃખંલાનો પ્રારંભ કરાવ્‍યો હતો. શળંખલાની કડી ગુજરાતના વિકાસનીકરોડરજ્જુ બની છે.
વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી વાયબ્રન્‍ટ સમિટ ગુજરાતને દેશના ગ્રોથ એન્‍જિન તરીકે પ્રસ્‍થાપિત કરવામાં મહત્‍વપૂર્ણ બની રહેલી આ વાયબ્રન્‍ટ સમિટે રાજ્‍યની સામાજિક આર્થિક સ્‍થતિઓમાં પરિવર્તનશીલ બદલાવની શરૂઆતની સાથે વિવિધ ઔદ્યોગિક માપદંડોમાં ગુજરાતને અગ્રીમ રાજ્‍ય બનાવ્‍યું છે.


વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજરશ્રી એમ. કે. લાડાણીના જણાવ્‍યા અનુસાર વાયબ્રન્‍ટ સમિટ વલસાડ જિલ્લામાં પણ વર્ષઃ- 2011થી 2019 સુધીમાં 2011, 2013, 2015, 2017 અને 2019 ની સમિટમાં વિવિધ સેકટરમાં 724 એમ.ઓ.યુ. ગુજરાત સરકાર સાથે કરવામાં આવ્‍યા છે અને શરૂ થયેલા ઉદ્યોગોમાં વલસાડ જિલ્લાના 17180 લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.
વાપી ઔદ્યોગિક વસાહતના પ્રમુખશ્રી સતિષભાઈ પટેલે વાયબ્રન્‍ટ ગુજરાત સમિટના સફળતાના બે દાયકાના પૂર્ણતાના અવસરે જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતને દરેક ક્ષેત્રમાં વિકાસના પંથે મૂક્‍યું છે. ગુજરાત રાજ્‍યમાં દેશ-વિદેશના ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગો સ્‍થાપવા માટે જે સરકારી પરવાનગીઓ રાજ્‍યના વિવિધ તંત્રો પાસેથી લેવી પડતી હતી તેને એક જ સીંગલ વિન્‍ડો સિસ્‍ટમ વિકસાવીને એક જજગ્‍યાએથી બધી જ મંજૂરીઓ આપવાની શરૂઆત કરી અને એના લીધે ઉદ્યોગકારોનો સમય અને શક્‍તિની બચત થઈ. આ ઉપરાંત ઉદ્યોગકારોને તેમના ઔદ્યોગિક એકમો સ્‍થાપવા માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની સુવિધા આપી. જેથી વધુ ને વધુ દેશ-વિદેશના ઉદ્યોગકારો ગુજરાતમાં તેમના ઉદ્યોગો સ્‍થાપી શકયા. પારડીના ધારાસભ્‍ય અને રાજ્‍યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વાપી જીઆઈડીસીના પણ સભ્‍ય હોય જીઆઈડીસીના વિકાસ માટે સમયાંતરે તેઓનું માર્ગદર્શન મળતું રહે છે. વાયબ્રન્‍ટ સમિટ માટે મંત્રીશ્રીના સતત સંકલન અને પ્રયાસથી વાપી ખાતે નવા ઉદ્યોગો વિકસી રહ્યા છે, સાથે જ જીઆઈડીસીના પ્રશ્નો પણ હલ થઈ રહ્યા છે. વાપી ઔદ્યોગિક વસાહતનો પણ વાયબ્રન્‍ટ સમિટના કારણે વિકાસ થયો છે અને વી.આઈ.એ. દ્વારા વાપી અને આજુબાજુના વિસ્‍તારના અંદાજીત 1 લાખ લોકોને રોજગારી પૂરી પડાઇ રહી છે.

વાપી વાયબ્રન્‍ટ ગુજરાત સમીટના બે દાયકાની સફળતાના પૂર્ણતાના અવસરે વાપી ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગકારોના મંતવ્‍યોઃ-

1. મેરીલ લાઈફ સાયન્‍સિસ- વાપીઃ ડાયરેકટર અને એચ.આર. હેડશ્રી હેમચંન્‍દ્ર પણજીકરે માહિતી ખાતાની ટીમને આપેલ રૂબરૂ મુલાકાતમાં વાયબ્રન્‍ટ ગુજરાત સમિટથી રાજ્‍યનો ઔદ્યોગિક વિકાસમાં ઉત્તરોતર વધારો થયો છે એમ જણાવ્‍યુંહતું. શ્રી હેમચંન્‍દ્રજીએ તેમની કંપનીમાં માણસની લાઈફ માટે જરૂરી એવા જીવનરક્ષક મેડિકલ ડીવાઇસીસ જેવા કે Cardio, Peripheral & Neuro Vascular Interventions,• Structural Heart Interventions• Orthopaedic Implants• Surgical Robotics• Endo-Surgical Solutions • ENT Solutions નું ઉત્‍પાદન કરવામાં આવે છે. તેમની કંપની દ્વારા વાપી, વલસાડ અને આજુબાજુમાંથી અત્‍યાર સુધીમાં 8000 માણસોને રોજગારી આપી છે. કોરોના કાળમાં વાયબ્રન્‍ટ ગુજરાતની પ્રેરણા અને આત્‍મનિર્ભર ભારત અભિયાનથી પ્રેરિત આરોગ્‍ય ક્ષેત્રે મેરીલ ટ્રુ ગ્રીનફિલ્‍ડ પ્રોજેક્‍ટની શરૂઆત કરી જયારે જિલ્લા વહીવટીતંત્રને આર.સી.પી.ટી.આર. ટેસ્‍ટ કિટ તેમજ આનુષાંગિક કીટ અવરિત પૂરી પાડી માણસની જીંદગી બચાવવામાં જિલ્લા વહીવટીતંત્રને સહાયરૂપ થયા છે.

2. એસ. કાન્‍ત હેલ્‍થકેર લી. – વાપીના સિનીયર ડિરેકટર શ્રી સમીરભાઈ શાહ વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ વિશે જણાવે છે કે, વાયબ્રન્‍ટ ગુજરાતનો આ કન્‍સેપ્‍ટ ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે દેશ અને વિદેશમાં ગુજરાતને વિશ્વના નકશામાં અગ્રીમ હરોળમાં મૂકે છે. અને વાયબ્રન્‍ટથી ગુજરાતનો યુવાન ઉદ્યોગ સાહસિકતા તરફ આત્‍મવિશ્વાસથી આગળ વધે છે.

3. અજીત પેપરમીલ – વાપીના ડાયરેકટરશ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, વાયબ્રન્‍ટ ગુજરાત સમિટમાં રૂા.284 કરોડના ગુજરાત સરકાર સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્‍યા છે. વાયબ્રન્‍ટ ગુજરાત સમિટના બે દાયકાની સફળતામાં દેશના વડાપ્રધાન અને તત્‍કાલીન મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને તેમની ટીમને શ્રી પ્રકાશભાઈએ અભિનંદન આપ્‍યા હતા. તેમની પેપરમીલમાં લો જી.એસ.એમ.ના કાગળો અને કોરૂગેટેડ બોક્ષ બનાવવામાં આવે છે. તેમની પેપરમીલમાં વાપી અને આજુબાજુના 200 માણસોને પ્રત્‍યક્ષ અને 300 માણસોને પૂરક રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.  

Related posts

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણ કેમ્‍પસમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રમાણિક્‍તા: વાપીને કર્મભૂમિ બનાવનાર ગાયક કલાકાર અને સામાજિક કાર્યકર્તાએ ગરીબ કામવાળી બાઈનું પાકીટ સુપ્રત કર્યું

vartmanpravah

વલસાડ પાલીહિલ વિસ્‍તારમાં રહેતી શિક્ષિકાએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝમાં પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા અફરા તફરીના દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

‘જય ભવાની ભાજપ જવાની’ના બુલંદ જયઘોષ સાથે કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલનો વિજય વિશ્વાસ

vartmanpravah

Leave a Comment