Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રમુખ દક્ષેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને પારડી તાલુકા પંચાયત ખાતે ખાસ સામાન્‍ય સભા મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.27: પારડીના ઐતિહાસિક તળાવ કિનારે નવીનતમ બનેલ તાલુકા પંચાયત ખાતે અઢી વર્ષના પ્રમુખ ઉપ પ્રમુખની વરણી બાદ આજે તારીખ 27-09-2023 ના રોજ પહેલી ખાસ સામાન્‍ય સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
બીજા અઢી વર્ષના નવા નિમાયેલા પ્રમુખ દક્ષેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં મળેલી ખાસ સામાન્‍ય સભામાં ગત સામાન્‍ય સભાને બહાલી આપ્‍યા બાદ અગાઉ તાલુકા પંચાયતમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા જગદીશભાઈને કોઈ કારણસર છૂટા કરવામાં આવતા જગદીશભાઈએ લેબર કોર્ટ વલસાડમાં આ અંગેની ફરિયાદ કરતા વલસાડ લેબર કોર્ટે પારડી તાલુકા પંચાયતને 1,05,000 જેટલી રકમ જગદીશભાઈ ચૂકવવા હુકમ કરતા આ રકમ સ્‍વભંડોળમાંથી ચૂકવવાનો ઠરાવ કરવામાં આવ્‍યો હતો. ગામડાના ગરીબ લોકોના આ એક લાખ જેટલા રૂપિયાથી એક નાની ગામ પંચાયતના ઘણા વિકાસનાકામો થઈ શકયા હોત..?
ત્‍યારબાદ નવી કારિબારી સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં નવ જેટલા તાલુકા પંચાયત સભ્‍યોનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો.જેમાં કારોબારી અધ્‍યક્ષ તરીકે રાકેશભાઈ રતિલાલભાઈ પટેલ પંચલાઈની દરખાસ્‍ત તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઈ છોટુભાઈ પટેલે કરતા અને ઉપ પ્રમુખ ડિમ્‍પલબેન ઉમેશભાઈ પટેલે ટેકો આપતા રાકેશભાઈને બિનહરીફ કારોબારી અધ્‍યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્‍યા હતા.
એવી જ રીતે આમ તો સામાજિક ન્‍યાય સમિતિની સમય મર્યાદા પાંચ વર્ષની હોવા છતાં અઢી વર્ષના સમયગાળામાં જ નવી પાંચ સભ્‍યોની સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં હિરંજબેન મિતેશભાઈ નાયકાની પ્રમુખ દક્ષેશભાઈએ દરખાસ્‍ત મુકતા અને ઉપ પ્રમુખ ડિમ્‍પલબેને ટેકો આપતા હિરંજબેનને પણ બિનહરિફ સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્‍યા હતા.
આમ ચંદ્રયાન 3 ની સફળતાની શુભેચ્‍છાનો ઠરાવ પ્રમુખ સ્‍થાનેથી લઈ આજની આ સામાન્‍ય સભા પૂર્ણ જાહેર થઈ હતી.

Related posts

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં દાનહ કોંગ્રેસે કરેલો ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ’

vartmanpravah

નવસારી જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિકકાનો અસ્‍વીકાર કરનાર સામે રાજદ્રોહની કાર્યવાહી કરાશે

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગે ખાનવેલ હાઈસ્‍કૂલમાં યોજેલો રોજગાર મેળો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગમખ્‍વાર અકસ્‍માત: વલસાડથી દમણ નોકરીએ જતા યુવકની કાર બે ટ્રક વચ્‍ચે સેન્‍ડવીચ બની જતા કમકમાટી ભર્યુ મોત

vartmanpravah

સેલવાસ પ્રશાસન દ્વારા ટ્રાન્‍સપોર્ટનગરના નિર્માણ માટે બાધારૂપ 3 ઝૂંપડાઓનું કરાયું ડિમોલીશન: ત્રણ પરિવારો ઘરવિહોણાં બન્‍યા

vartmanpravah

દમણ જિલ્લાનું ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ આપત્તિના સામના માટે સજ્જ : એનડીઆરએફ અને કોસ્‍ટ ગાર્ડ સાથે સફળ સંકલન

vartmanpravah

Leave a Comment