September 25, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એસ.ઓ.જી.ને મળેલી સફળતા : બે પિસ્‍તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે પાંચને ઝડપી પાડયા

એક આરોપી આંતલીયાના આરોપી હાર્દિકએ પોલીસ ડરથી આત્‍મ સમર્પણ કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ એસ.ઓ.જી. ટીમને મળેલી બાતમી બાદ હાઈવે ડુંગરી માલવા હોટલ પાસે રફીકલાલા આફતાબ ખાન અને હાર્દિક નરેન્‍દ્ર પટેલની એક પિસ્‍તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે ઝડપી પાડયા હતા. બન્ને પાસે રૂા.35,800 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન શુક્રવારે અચાનક વળાંક આવ્‍યો હતો. ગણદેવી આતલીયાના એક આરોપીએ પિસ્‍તોલ ખરીદીનો ભાંડો ફૂટશે તે ડરતી આત્‍મ સમર્પણ કર્યું હતું. વધુ તપાસમાં હાર્દિક નરેન્‍દ્ર કોળી પટેલ, સાગર રાજુ ધોડીયા તથા સચિન વિનોદ માંગ નામના આરોપીઓએ સાતેક મહિના પહેલા રફીકલાલા પાસે પિસ્‍તોલ ખરીદી હતી તેઆંતલીયાના કલ્‍પેશ છગન પટેલ મારફતે આપી હતી. આરોપીઓમાં કલ્‍પેશ પટેલ માથાભારે આરોપી છે. તેની ઉપર 9 જેટલા ગુના નોંધાયેલ છે. આગળની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. હજુ વધુ આરોપી ઝડપાશે તેવી શક્‍યતા પોલીસ તપાસી રહી છે.

Related posts

સેલવાસમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની મળેલી સામાજીક સદ્‌ભાવના બેઠક

vartmanpravah

નશામુક્‍તિના ઉદ્દેશ્‍ય સાથે 6 હજાર કિમીની દોડ ઉપર નીકળેલા રૂપેશ મકવાણા વલસાડ પહોંચ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પરિયારી ગ્રામ પંચાયતમાં જમીનના પુનઃ સર્વેક્ષણ માટે મળેલી ગ્રામસભા

vartmanpravah

સેલવાસ ન.પા.ના વોર્ડ નં.4માં દીવ ન.પા.ના પ્રમુખ હેમલતાબેન સોલંકીનું કરાયું ભાવભીનું સન્‍માન

vartmanpravah

વાપી વી.આઈ.એ.માં રેન્‍જ આઈ.જી. અને એસ.પી.નો લોકાભિમુખ જન સંપર્ક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજે સંઘપ્રદેશના ભાવિનું પરિણામઃ બહુમતિ લોકોના જન માનસનો પડનારો પડઘો: પ્રદેશમાં ભારે ઉત્તેજના અને રોમાંચનો માહોલ

vartmanpravah

Leave a Comment